આપના 15 ધારાસભ્યોએ માગ્યું હતું ધનુષ બાણનું ચૂંટણી ચિન્હ, એકનાથ શિંદેએ કર્યો ચોંકાવનારો દાવો
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![Eknath Shinde](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/06/Eknath-Shinde-1.jpg)
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2025: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ઈલેક્શન લડવા માટે આમ આદમી પાર્ટીના 15 ધારાસભ્યોએ તેમની પાર્ટીનું ચૂંટણી ચિન્હ માગ્યું હતું. પણ તેમને યુતિ ધર્મના કારણે ના પાડી દીધી. મહારાષ્ટ્રની મહાયુતિ ગઠબંધન સરકારમાં સામેલ શિવસેના દિ્હી વિધાનસભા ચૂંટણી જીતનારી ભાજપની સહયોગી છે.
એકનાથ શિંદેએ કહ્યું કે, આપના કૂલ 15 ઉમેદવારોએ મારો સંપર્ક કર્યો હતો. મને લાગ્યું કે જો ધનુષ અને બાણ ચૂંટણી ચિન્હ તેમને મળી ગયા તો ભાજપ અને શિવસેનાની વચ્ચે ડખો થશે. જેનાથી અન્ય પાર્ટીને ફાયદો થશે. એટલા માટે મેં ના પાડી દીધી. શિવસેના પ્રમુખે કહ્યું કે, તેમણે યુતિ ધર્મનું સન્માન કરવાનું હતું. ડેપ્યુટી સીએમ શિંદે રવિવારે 61 વર્ષના થયા છે.
શિંદેએ ઢાણે શહેરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, મેં મારા સાંસદોને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે કહ્યું હતું. શિંદેએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને ગેરેન્ટીને આપ્યો છે. તેમણે કહ્યું કે, ખોટાની હાર થઈ છે. મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હી મતદારોએ ભાજપના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમ આદમી પાર્ટી પર ટાર્ગેટ કરતા શિંદેએ કહ્યું કે, દિલ્હીના વિકાસમાં આવી રહેલી અડચણો દૂર થઈ ગઈ છે. મતદારોએ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીને સબક શીખવાડ્યો છે. જેને સંવિધાન ખતરામાં હોવાનો ખોટો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: બહેનના લગ્નમાં ડાન્સ કરતી વખતે યુવતીનું મૃત્યુ થયું, અચાનક બેભાન થઈને ઢળી પડી, વીડિયો જોઈ ધ્રુજી જશો