ગુજરાતના આ જિલ્લાઓ માટે અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![heavy rainfall Gujarat-HDNEWS](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/08/heavy-rainfall-Gujarat.jpg)
- ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે
- રાજ્યમાં અનેક જિલ્લામાં માવઠાની આગાહી
- 10 થી 16 ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ થશે
ગુજરાતમાં ઉત્તરાયણ બાદ પણ ઠંડીએ વિદાય લીધી નથી. જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી કરી છે. આ સિવાય રાજ્યમાં અનેક જિલ્લામાં માવઠાની આગાહી પણ કરી છે. આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, સુરત, નર્મદામાં માવઠું પડી શકે છે.
10 થી 16 ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ થશે
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, ફેબ્રુઆરીમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ શકે છે. 10 થી 16 ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ થશે. બાદમાં 17 થી 19 ફેબ્રુઆરીના દિવસે ફરી પવનનું જોર વધતા ઠંડી પડશે. ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા છે.
કચ્છના ભાગોમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે
કચ્છના ભાગોમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.