ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ મહાકુંભમાં ડુબકી લગાવી, વ્યવસ્થા જોઈ યોગી સરકારના કર્યા ભરપૂર વખાણ

Text To Speech

પ્રયાગરાજ 10 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં ફક્ત શ્રદ્દાળુઓ જ નહીં પણ મોટા મોટા રાજનેતાઓ પણ આસ્થાની ડુબકી લગાવવા પહોંચી રહ્યા છે. આ જ ક્રમમાં કર્ણાટક સરકારમાં ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર પણ સંગમમાં પહોંચ્યા છે. તેમણે પોતાના પરિવાર સાથે સંગમમાં ગંગા સ્નાન કર્યું અને આ દરમ્યાન યોગી સરકારના વખાણ પણ કર્યા હતા.

ડીકે શિવકુમારે મહાકુંભમાં ભવ્ય આયોજન માટે ઉત્તર પ્રદેશ સરકારને શુભકામના આપી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આટલું મોટું આયોજન સફળ બનાવવું આસાન નથી હોતું. સરકાર ખૂબ સારી વ્યવસ્થા કરી છે. હું અહીં આવીને ખૂબ ખુશ છું અને મહાકુંભનો ભાગ બનવું મારા માટે ઐતિહાસિક ક્ષણ છે.

તેમની સાથે યોગી સરકારના વરિષ્ઠ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા પણ હતા. શિવકુમારે જણાવ્યું કે યુપી સરકારના મંત્રી તેમના મળવા બેંગલુરુ આવ્યા હતા. ત્યાં તેમણે મહાકુંભમાં આવવાનું નિમંત્રણ આપ્યું હતું.

ડીકે શિવકુમારની આ યાત્રાને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસની અંદર એક ધડો લાંબા સમયથી તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યો છે. ત્યારે આવા સમયે તેમનું યૂપીની દિગ્ગજ મંત્રી સાથે દેખાવું અને સરકારના વખાણ કરવાના કેટલાય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: હાથ જોડીને વિનંતી છે કે મહાકુંભમાં ન આવો: મધ્ય પ્રદેશ પોલીસે 300 કિમી દૂરથી લોકોને કરી અપીલ

Back to top button