ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

હાથ જોડીને વિનંતી છે કે મહાકુંભમાં ન આવો: મધ્ય પ્રદેશ પોલીસે 300 કિમી દૂરથી લોકોને કરી અપીલ

Text To Speech

પ્રયાગરાજ 10 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજ મહાકુંભમાં સામેલ થવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને જબરદસ્ત ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. જબલપુર, કટની અને રીવા થતાં પ્રયાગરાજ થતાં મુખ્ય માર્ગો પર કેટલાય કિમી લાંબો ટ્રાફિક જામ થયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે કટની પોલીસે હાથ જોડીને લોકોને પાછા જવાની અપીલ કરવી પડી છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા માટે લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. દક્ષિણ ભારતથી આવનારા શ્રદ્ધાળુઓ પર મધ્યપ્રદેશના આ માર્ગથી પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે. જેનાથી ટ્રાફિક જામ કેટલાય ગણો વધી ગયો છે. રવિવારે હાલત વધારે ખરાબ થઈ ગઈ. જેનાથી હજારો વાહનો ફસાઈ ગયા. વાહનોની લાંબી લાઈન 10થી 15 કિમી સુધી ફેલાઈ છે. કટની પોલીસને ટ્રાફિક જામ કંટ્રોલ કરવામાં પરસેવો વળી ગયો.

પોલીસે શ્રદ્ધાળુઓને પાછા જવાની અપીલ કરી

કટની પોલીસના જવાન શ્રદ્ધાળુઓને હાથ જોડીને અપીલ કરી રહ્યા છે. પ્રયાગરાજના રસ્તા પર વાહનોથી ભરાઈ ગયા છે. મહેરબાની કરીને પાછા જાઓ. આજુબાજુની હોટલ અને ઢાબામાં રોકાઈ જાવ. ભારે ભીડના કારણે યાત્રા મુશ્કેલી થઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 200થી 300 કિમી સુધી જામ ફેલાયેલો છે. પ્રયાગરાજ પોલીસ સાથે સતત સંપર્ક કરી રહ્યા છીએ. પણ હાલત સામાન્ય થવામાં ઘણો સમય લાગશે.

આ ભયંકર જામના મુખ્ય કારણો પણ છે. લાખો શ્રદ્ધાળુઓ એક સાથે રસ્તા પર આવી જવું. પ્રશાસનની નબળી તૈયારીઓ. ટોલ બેરિયર પર મનમાનૂ વસૂલી, યાત્રિઓે સલાહ આપવામાં આવે છે કે, બિનજરુરી યાત્રાઓ ન કરો. શક્ય હોય તો થોડા દિવસ તમારી યાત્રા ટાળી દો.

આ પણ વાંચો: ભયંકર ટ્રાફિક જામ: મહાકુંભ છોડો પ્રયાગરાજ પહોંચવાનું પણ મુશ્કેલ, દર કલાકે 40 હજાર વાહનોની એન્ટ્રી

Back to top button