કેજરીવાલની હાર પર વિવેક અગ્નિહોત્રીએ કટાક્ષ કર્યો, બધી વાતનો હિસાબ કિતાબ થશે
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2025: આમ આદમી પાર્ટીને દિલ્હીની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યાં ભાજપે તેમને બરાબરની ટક્કર આપી હતી. આપ 22 સીટોમાં સમેટાઈ ગઈ છે, જ્યારે ભાજપ 48 સીટો જીતીને દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રીએ ઈન્સ્ટાગ્રામની સ્ટોરીઝ સેક્શનમાં એક પોસ્ટ શેર કરી અરવિંદ કેજરીવાલની હાર પર કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું કે, દરેક સવાલનો જવાબ આ જ હશે, દરેકનો હિસાબ કિતાબ અહીં જ થશે.
વિવેક રંજને દિલ્હી વિધાનસભાની એક જૂની તસ્વીર પણ શેર કરી છે, જેમાં અરવિંદ કેજરીવાલ ઊભેલા દેખાય છે. નવી દિલ્હી વિધાનસભા સીટથી અરવિંદ કેજરીવાલને હારનો સામનો કરવો પડ્યો છે. તો વળી નવી દિલ્હી સીટથી 3186 વોટથી હારી ચુક્યા છે.
અહીંથી ભાજપાન ઉમેદવાર પ્રવેશ સિંહ વર્માને જીત મળી છે. વિવેક રંજને સોશિયલ મીડિા પર હંમેશા નવી નવી પોસ્ટ સાથે ફેન્સને ખુશ કરતા હોય છે. તેમણે આ અગાઉ દિલ્હી વિધાનસભા ચૂંટણીના દિવસે 5 ફેબ્રુઆરીના રોજ એક વીડિયો શેર કર્યો હતો, તેમાં મતદારો સામે એક કવિતા રજૂ કરતા તેમણે અપીલ કરી હતી કે, તેઓ મત આપતા પહેલા તેમની રોશની નામની કવિતા જરુરથી સાંભળે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનની પોલ ખુલી ગઈ, ખરાબ ફ્લડ લાઈટના કારણે લોહીલુહાણ થયો આ ખેલાડી