ટ્રેન્ડિંગનેશનલ

બોલીવુડ ફિલ્મોને ટક્કર મારે તેવો સીન: ફુલ સ્પીડે આવતી સ્કોર્પિયોનું ટાયર ફાટ્યું, 9 વાર ફંગોળાઈ ગાડી

Text To Speech

9 ફેબ્રુઆરી 2025: પૂર્વાંચલ એક્સપ્રેવ વે પર ગુરુવારે એક ફુલ સ્પીડે જતી સ્કોર્પિયો ગાડી લખનઉથી ગાજીપુર તરફ જઈ રહી હતી. આ દરમ્યાન એક મોટી દુર્ઘટના જોવા મળી. ગાજીપુર તરફ જતી સ્કોર્પિયોનું આગળનું ટાયર અચાનક ફાટી ગયું. આ કારણે સ્કોર્પિયો બેકાબૂ થઈને ફુટબોલની માફક ફંગોળાઈને ડિવાઈડર સાથે ટકરાઈ. જેમાં લગભગ 9 લોકો બેઠા હતા. ઘટના બાદ પૂર્વાંચલ એક્સપ્રેસ વેના સુરક્ષાકર્મીઓ અને કાસિમાબાદ પોલીસે તાત્કાલિક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા.

ફુટબોલની માફક હવામાં ફંગોળાઈ ગાડી

તમામ ઘાયલોને સારવાર માટે કાસિમાબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ત્રણની હાલત ગંભીર થતાં તેમને મઉની મોટી હોસ્પિટલમાં રેફર કરી દીધા છે. આ દુર્ઘટનાનો એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યું છે. જેમાં એક સ્કોર્પિયો કાર ફુલ સ્પીડે આવતી દેખાઈ રહી છએ અને બાદમાં અચાનક ત્યાંથી ફુટબોલની માફક નવ વાર ફંગોળાઈને ડિવાઈર સાથે ટકરાય છે.

આ વીડિયો જોઈએ અંદાજો લગાવી શકાય છે કે આ દુર્ઘટના કેટલીય ભયાનક છે. હાલમાં દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કહેવાય છે કે, સ્કોર્પિયોમાં બેઠેલા લોકો દિલ્હીથી નીકળીને લખનઉ તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં તમામ લોકો ઘાયલ થઈ ગયા છે.

આ પણ વાંચો: વિચિત્ર કિસ્સો: બ્રેકઅપ બાદ પ્રેમિકાએ બોયફ્રેન્ડની પ્રોપર્ટીમાં અડધો ભાગ માગી લીધો, બાદમાં જીવ ખોવાનો વારો આવ્યો

Back to top button