ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં પકડાયો

Text To Speech
  • કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી
  • ઓવર સ્પીડનો ગુનો દાખલ કરી કાર કબજે લીધી
  • પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો પોલીસ જવાન અને તેના બે મિત્રોએ દારૂના નશામાં વડોદરાના પેલેસ રોડ પર અકસ્માત કર્યો હતો. નવાપુરા પોલીસે ત્રણેય સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના હીરાપુરા ગામે રહેતો નિકુંજ જગદીશભાઇ પટેલ કડી ખાતે રિલાયન્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. તે પરિવાર સાથે કાર લઇને માંજલપુર ગજાનંદ સોસાયટીમાં સત્વઓરામાં રહેતા બનેવી તુષાર રમણીકભાઇ પટેલના ઘરે આવ્યો હતો. રાતે બે વાગ્યે તે કાર લઇને વતન જવા નીકળ્યો હતો. રાજમહેલ રોડ પોલો ક્લબના ગેટ પાસે સ્પીડ બ્રેકર આવતા તેણે કારને બ્રેક મારતા પાછળથી આવતી કાર ધડાકાભેર તેની કાર સાથે અથડાઇ હતી. કારમાંથી ત્રણ વ્યક્તિઓ નીચે ઉતર્યા હતા. ત્રણેય દારૂના નશામાં હોવાનું જણાયું હતું. તેમજ કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

ઓવર સ્પીડનો ગુનો દાખલ કરી કાર કબજે લીધી

દરમિયાન પોલીસ આવી ગઇ હતી. અકસ્માત કરનાર કાર ચાલક ધીરૂભાઇ કીર્તિસિંહ ઝાલા (રહે. આયોજન નગર સોસાયટી, વટવા, અમદાવાદ) દારૂના નશામાં હતો. જેથી, પોલીસે તેની સામે એમ.વી.એક્ટ તથા ઓવર સ્પીડનો ગુનો દાખલ કરી કાર કબજે લીધી હતી. જ્યારે કારમાં બેસેલા અન્ય વ્યક્તિઓ કમલેશસિંહ નરવતસિંહ રાઠોડ તથા હિતેશકુમાર ઇશ્વરભાઇ પટેલ ( બંને રહે. આયોજન નગર) પણ દારૂના નશામાં હોવાથી પોલીસે તેઓની સામે પણ પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો છે.

વડોદરા પોલીસે અમદાવાદ પોલીસને જાણ કરી છે

પોલીસની તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, કમલેશસિંહ પરમાર અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોકરી કરે છે. ત્રણેય મિત્રો માંજલપુર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને ત્યાંથી પરત જતા સમયે અકસ્માત થયો હતો. તેઓએ ક્યાં દારૂ પીધો ? દારૂની બોટલ ક્યાંથી લાવ્યા ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વડોદરા પોલીસે અમદાવાદ પોલીસને જાણ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: પોલીસને કબુતરબાજી કરતા 10 મુખ્ય એજન્ટો અંગે મહત્વની કડી મળી

Back to top button