ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: પોલીસને કબુતરબાજી કરતા 10 મુખ્ય એજન્ટો અંગે મહત્વની કડી મળી

Text To Speech
  • અમેરિકામાં ગેરકાયદે ગયેલા ૩૩ ગુજરાતીઓ પરત આવ્યા
  • ગુજરાતના એજન્ટો દિલ્હીના એજન્ટો સાથે સંકળાયેલા
  • પોલીસે પરત આવેલા ગુજરાતીઓના નિવેદનો નોંધીને તપાસ શરૂ કરી

અમેરિકામાં ગેરકાયદે ગયેલા ૩૩ ગુજરાતીઓ પરત આવતા રાજ્યના પોલીસે સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા એજન્ટોના નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે. જેમાં પરત ફરેલા ગુજરાતીઓની પુછપરછ દરમિયાન પોલીસને મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરના ૧૦ જેટલા એજન્ટો અંગે મહત્વની કડી મળી છે. જેના તાર મેક્સિકો સુધી કામ કરતી એજન્ટોની આંતરરાષ્ટ્રીય ગેગ સુધી ફેલાયા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે પરત આવેલા ગુજરાતીઓના નિવેદનો નોંધીને તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે પોલીસ પંજાબ પોલીસ તેમજ વિવિધ સેન્ટ્રલ એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ કરશે. ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા ગયેલા ૩૩ ગુજરાતીઓને અમેરિકાએ ડિટેન્શન સેન્ટરમાંથી ભારત ડિપોર્ટ કર્યા હતા. આ મામલે ગુજરાત પોલીસે પરત આવેલા ગુજરાતીઓના નિવેદનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરના ૧૦ જેટલા એજન્ટો અંગેની કડી મળી

મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરના ૧૦ જેટલા એજન્ટો અંગેની કડી મળી છે. જે ૩૦ થી ૬૦ લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ લઇને અમેરિકા મોકલવાનું કામ કરતા હતા. આ ઉપરાંત, તેમના કનેકશન દિલ્હીથી માંડીને મેક્સિકો બોર્ડર સુધી ફેલાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે ગુજરાતીઓને ડિપોર્ટ કરવાનું શરૂ કરવામાં આવતા બધા જ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જો કે પોલીસને આ તમામ એજન્ટો અંગે અનેક મહત્વની વિગતો મળી છે. જેમાં ટેકનીકલ એનાલીસીસના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના એજન્ટો દિલ્હીના એજન્ટો સાથે સંકળાયેલા

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના એજન્ટો દિલ્હીના એજન્ટો સાથે સંકળાયેલા હતા અને તેમના દ્વારા આપવામાં આવતા પેકેજમાં તેમનો ૧૦ થી ૨૦ ટકા સુધીનો ભાવ ઉમેરીને ગુજરાતમાંથી લોકોને ગેરકાયદે અમેરિકા મોકલતા હતા. જો કે હાલ આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે હોવાથી ગુજરાત પોલીસ પંજાબ સહિતના અન્ય રાજ્યોની તેમજ વિવિધ સેન્ટ્રલ એજન્સીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવનાર છે.

Back to top button