ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી ચૂંટણી પર બૃજભૂષણ શરણ સિંહનું વિવાદિત નિવેદન, શરમજનક વાત કહી દીધી

Text To Speech

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીથી પાછળ છે. આ લખાય છે, ત્યાં સુધીમાં ભાજપ 41, આપ-29 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ ચાલી રહી છે. હવે દિલ્હી ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશ ગોંડાથી ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમનું આ નિવેદન વિવાદિત માનવામાં આવે છે.

પૂર્વ WFI ચીફ બૃજભૂષણ શરણ સિંહે દિલ્હી ચૂંટણીને લઈને કહ્યું કે, જો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેજરીવાલની આમને સામને ટક્કર થાય તો અરવિંદ કેજરીવાલનું પાટલૂન પલળી જાય.

અહીં ઉલ્લેખનિય છે કે, દિલ્હીની 70 વિધાનસભા સીટ માટે ચાલી રહેલી મતગણતરીમાં શરુઆતી વલણોમાં ભાજપ 41, જ્યારે આમ આદમી પાર્ટી 29 સીટો પર આગળ છે. નવી દિલ્હી સીટ પર ત્રણ રાઉન્ડ બાદ આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ 343 મતથી આગલ છે. જ્યારે જગપુરામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 1314 વોટથી પાછળ છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર કાલકાજીમાં મુખ્યમંત્રી આતિશી પહેલા રાઉન્ડની ગણતરી બાદ ભાજપના રમેશ બિધૂડીથી 1149 વોટથી પાછળ છે.

આ પણ વાંચો: હવે શીશમહેલ છોડો… દિલ્હીમાં કેજરીવાલની હાર પર આ મીમ્સ વાયરલ થયા

Back to top button