ગુજરાતના ગેરકાયદે વિદેશમાં ઘૂસાડતા અંદાજે ૧,૭૦૦ કબૂતરબાજો સહિત દેશભરના એજન્ટો ઇડીના રડારમાં
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/delhi-election-result-2025-1-2.jpg)
અમદાવાદ, 8 ફેબ્રુઆરી, 2025: તાજેતરમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોના મુદ્દા પર સંસદથી લઇને લઇને રાજ્ય સ્તરે ચર્ચા ચાલી રહી છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડતા એજન્ટોના નેટવર્કનો ઘટસ્ફોટ કરતા કહ્યું કે, ગુજરાતમાં અંદાજે ૧,૭૦૦ એજન્ટ્સ અને સમગ્ર ભારતમાં અંદાજે ૩,૫૦૦ એજન્ટ્સ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનું કામ કરતા હોવાનું મનાય છે, જેમાંથી ૮૦૦ એક્ટિવ છે તે તમામ ઇડીના રડારમાં છે.
આ સિવાય કેનેડામાં ૧૧૨ કોલેજોએ એક કંપની અને અન્ય કંપની સાથે ૧૫૦થી વધુ કોલેજો સાથે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કરાર કર્યા છે. જેમને પાછળથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસાડવામાં આવે છે. તે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસનારા ૪,૨૦૦ ભારતીયોની તપાસ કરી રહી છે.
ઇડીની તપાસમાં એવુ પણ બહાર આવ્યુ છે કે ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેનેડાની સરહદે ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર લોકોના મોતના પગલે ૨૦૨૩માં નોંધેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને એન્ટી-મની લોન્ડરિંગ કાયદા હેઠળ તેમણે તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં કરાયેલા ૮,૫૦૦થી વધુ નાણાકીય વ્યવ્હારો શંકાસ્પદ હોવાનું જણાયું છે. ગુજરાત અને પંજાબ સ્થિત એજન્ટો વિરુદ્ધ ચાલી રહેલી તપાસ હેઠળ ઈડીને ભારતીયોને કેનેડા મોકલવા અને ત્યાંથી અમેરિકા લઈ જવા સંબંધિત ૪,૦૦૦થી વધુ શંકાસ્પદ લેવડ-દેવડ મળી છે. આ એજન્ટ્સ નિયમિતરૂપે અલગ અલગ માર્ગથી લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલે છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
ગેરકાયદે ભારતીયોને મોકલતા એજન્ટોની મોડસ ઓપરેન્ડી અંગે ઇડીએ જણાવ્યું હતુ કે અનેક એજન્ટોએ અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે રીતે ઘૂસાડવા માટે શિક્ષણનો માર્ગ અપનાવ્યો છે. તેના હેઠળ અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને કેનેડાની કોલેજોમાં પ્રવેશ અપાવાય છે. આ પ્રવેશના આધારે તેમને કેનેડાના વિઝા મળે છે અને તેઓ ભારતથી કેનેડા પહોંચી જાય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ ક્યારેય કોલેજ જતા નથી અને કેનેડામાં એજન્ટો દ્વારા જમીન માર્ગે અમેરિકા પહોંચે છે.
કેનેડા સ્થિત કોલેજોને ફીની ચૂકવણી એબિક્સકેશના માધ્યમથી કરાતી હતી, જે નાણાકીય સર્વિસ કંપની છે અને વિદેશમાં નાણાં મોકલવાની સુવિધા પૂરી પાડે છે. એબિક્સકેશની પૂછપરછ કરતા જણાયું કે, ૭ ડિસેમ્બર ૨૦૨૧થી ૯ ઑગસ્ટ ૨૦૨૪ સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં ૮,૫૦૦માંથી લગભગ ૪,૩૦૦ની ડુપ્લિકેટ લેવડદેવડ થઈ હતી, જે દર્શાવે છે કે એક જ વ્યક્તિ સાથે બે વખત લેવડ-દેવડ થઈ હતી. ઈડીને શંકા છે કે આ એક જ મોડસ ઓપરેન્ડીથી ૩૭૦ લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા.
આ પણ વાંચો॥ અમેરિકામાંથી વધુ 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને કરાશે ડિપોર્ટ