ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજધાની દિલ્હીમાં 27 વર્ષ બાદ ભગવો લહેરાશે, ભાજપની મહેનત રંગ લાવી

Text To Speech

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ મત ગણતરી ચાલી રહી છે. વોટ કાઉંટિંગના ટ્રેંડ્સ જણાવી રહ્યા કે, ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ દિલ્હીમાં શાનદાર વાપસી કરી રહી છે. તો વલી દિલ્હીમાં સરકાર બનાવવા માટે બહુમત તરફ આગળ વધી રહી છે. દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 2/3 સીધી પહોંચી શકી નહોતી, ત્યારે આ વખતે ચિત્ર બદલાયેલું દેખાઈ રહ્યું છે.

કેવી રીતે ભાજપે આ વખતે બાઉન્સ બેક કર્યું. 2015માં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી અને ભાજપને ત્રણ સીટો જ મળી હતી. 2020માં આપે 62 સીટો જીતી હતી, તો વળી ભાજપે ખાલી 8 સીટો જ જીતી હતી. પણ આ વખતે તેમની સીટો વધવાની છે.

મજબૂત સંગઠનાત્મક ઢાંચો: ભાજપે ચૂંટણી પહેલા પોતાના સંગઠનને મજબૂત કર્યું, જેમાં કેન્દ્રીય મંત્રીઓ, પદાધિકારીઓ અને સાંસદોને વિવિ વિધાનસભા ક્ષેત્રોની જવાબદારી સોંપવામાં આવી. આ રણનીતિ અંતર્ગત દરેક નેતાઓને બે વિધાનસભા સીટ પર કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેનાથી જમીની સ્તર પર પાર્ટીની પકડ મજબૂત થઈ. જેના કારણે સંગઠનાત્મક ઢાંચો અને કાર્યકર્તાનું નેટવર્ક બૂથ સ્તરની પ્રક્રિયા સુધી એક્ટિવ થયું. પોલિંગ બૂથ મેનેજમેન્ટ અને વોટર આઉટરીચમાં તેમની રણનીતિ પ્રભાવી રહી.

પીએમ મોદીની લોકપ્રિયતા- પ્રધાનમંત્રી મોદીના કરિશ્માઈ નેતૃત્વ અને તેમની નીતિઓની લોકપ્રિયતાએ મતદારોને ભાજપ તરફ આકર્ષિત કર્યા, જેનાથી પાર્ટીને વ્યાપક સમર્થન મળ્યું.

વિપક્ષમાં ફાંટા- વિપક્ષી પાર્ટી ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે તાલમેલની કમી અને અલગ અલગ ચૂંટણી લડવાના નિર્ણયે ભાજપની જીત આસાન કરી દીધી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જેનાથી વિપક્ષી વોટના ભાગલા થઈ ગયા. કોંગ્રેસે આ વખતે આમ આદમી પાર્ટીને ઘણા મત કાપ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને ભલે ફાયદો ન થયો હોય પણ આમ આદમી પાર્ટીને ચોક્કસ નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો: દિલ્હી ચૂંટણીમાં ભાજપની વન વે લીડ, આમ આદમી પાર્ટીના થયા આવા હાલ

Back to top button