ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
દિલ્હીમાં કાંટાની ટક્કર: મુખ્યમંત્રી આતિશી ખુદ પાછળ રહી ગયા, રમેશ બિધૂડી આગળ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/delhi-election-result-2025-5-1.jpg)
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં થયેલી મતદાન બાદ મતની ગણતરી ચાલી રહી છે. અહીં 70 વિધાનસભા સીટો પર કૂલ 699 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના રુઝાન આવવાના શરુ થઈ ગયા છે. અહીં ભારતીય જનતા પાર્ટીના રમેશ બિધૂડી આગળ ચાલી રહ્યા છે. જ્યારે સીએમ આતિશી પાછળ રહી ગયા છે. ચૂંટણી પંચ તરફથી સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, કાલકાજી વિધાનસભા વિસ્તારમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી ચૂંટણી મેદાનમાં હતા. તેમની સામે ભાજપના દિગ્ગજ નેતા રમેશ બિધૂડી અને કોંગ્રેસના અલકા લાંબા છે.
- કાલકાજી સીટ પર બીજા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના રમેશ બિધૂડી આગળ
- કાલકાજી સીટ પર રમેશ બિધૂડી પહેલા રાઉન્ડ પુરો થયા બાદ 673 વોટથી આગળ હતા.
- કાલકાજી સીટ પર સતત પાછળ ચાલી રહ્યા છે આતિશી
આ પણ વાંચો: દિલ્હીની આ સીટ પર ઓવૈસીએ વટ પાડી દીધો, ભાજપ કરતા 5 હજાર મતથી આગળ