દિલ્હીમાં ભાજપે હાફ સેન્ચુરી મારી દીધી, આમ આદમી પાર્ટીનો ગ્રાફ નીચે ગયો, જાણો લેટેસ્ટ આંકડા
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![પ્રથમ તબક્કાના મતદાન બાદ શું ભાજપે પ્રચારમાં કર્યો ફેરફાર? PM મોદી, શાહ અને CM યોગીના નિવેદનો કેટલા બદલાયા?](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/04/nota-1.jpg)
Delhi Election Results 2025: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામની ઘડીઓ આવી ગઈ છે. વોટની ગણતરી ચાલી રહી છે. શરુઆતી વલણમાં ભાજપ આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી પણ કાંટાની ટક્કર આપી રહી છે. આપના કેટલાય નેતા પાછળ ચાલી રહ્યા છે. દિલ્હીમાં કૂલ 70 સીટો છે, જ્યાં બહુમત માટે 36 સીટો હોવી જરુરી છે.
શરુઆતી વલણોમાં ભાજપે ફિફ્ટી મારી દીધી છે. ભાજપ હાલમાં 50 સીટોથી આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી ફક્ત 19 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ કહ્યું કે, જે વલણ સામે આવી રહ્યા છે, પરિણામ પણ એવા જ રહેશે. ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમત સાથે સરકાર બનવા જઈ રહી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથઈ મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતી વલણોમાં આમ આદમી પાર્ટીના કેટલાય નેતા પાછળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સત્તામાં વાપસી કરશે કે પછી ભાજપ 27 વર્ષ બાદ રાજધાનીમાં સરકાર બનાવશે. છેલ્લી બે ચૂંટણીમાં એક પણ સીટ નહીં જીતનારી કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં ઘણી આશા લઈને બેઠી છે. મતગણતરીમાં ત્રણ સ્તીરય સુરક્ષા ગોઠવામાં આવી છે.
2020માં શું હતુ આ સીટ પરનું પરિણામ
નવી દિલ્હી વિધાનસભા સીટ પર વર્ષ 2020માં પણ અરવિંદ કેજરીવાલે આ સીટ પર કબજો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીત મેળવી હતી. તેમને કૂલ 46758 વોટ મળ્યા હતા, જે કૂલ મતના 61.1 ટકા વોટ હતા.તેમના નજીકના હરીફ સુનીલ કુમાર યાદવ હતા. સુનીલ કુમાર યાદવને ભાજપે ટિકિટ આપી હતી. તેમને 25061 વોટ મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે ભાજપના ઉમેદવારને 21697 વોટથી હરાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રમેશ સભરવાલને 3200 વોટ મળ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હીમાં સત્તા પરિવર્તનના એંધાણ દેખાવા લાગ્યા, શરુઆતી વલણોમાં ભાજપ જાદુઈ આંકડાથી આગળ