નવી દિલ્હીમાં સત્તા પરિવર્તનના એંધાણ દેખાવા લાગ્યા, શરુઆતી વલણોમાં ભાજપ જાદુઈ આંકડાથી આગળ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/delhi-election-result-2025-4.jpg)
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થઈ ગઈ છે. શરુઆતી વલણોમાં આમ આદમી પાર્ટીના કેટલાય નેતા પાછળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપને બહુમત મળતો દેખાઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં સત્તા પરિવર્તનના એંધાણ દેખાવા લાગ્યા છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સત્તામાં વાપસી કરશે કે પછી ભાજપ 27 વર્ષ બાદ રાજધાનીમાં સરકાર બનાવશે. છેલ્લી બે ચૂંટણીમાં એક પણ સીટ નહીં જીતનારી કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં ઘણી આશા લઈને બેઠી છે. મતગણતરીમાં ત્રણ સ્તીરય સુરક્ષા ગોઠવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ શરુઆતી વલણોમાં હાફ સેન્ચુરી મારી દીધી છે. તો વળી આમ આદમી પાર્ટીની લીડ સતત ઘટતી જાય છે. તે 19 સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસે પણ એક સીટ પર લીડ બનાવી છે.
2020માં શું હતુ આ સીટ પરનું પરિણામ
નવી દિલ્હી વિધાનસભા સીટ પર વર્ષ 2020માં પણ અરવિંદ કેજરીવાલે આ સીટ પર કબજો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીત મેળવી હતી. તેમને કૂલ 46758 વોટ મળ્યા હતા, જે કૂલ મતના 61.1 ટકા વોટ હતા.તેમના નજીકના હરીફ સુનીલ કુમાર યાદવ હતા. સુનીલ કુમાર યાદવને ભાજપે ટિકિટ આપી હતી. તેમને 25061 વોટ મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે ભાજપના ઉમેદવારને 21697 વોટથી હરાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રમેશ સભરવાલને 3200 વોટ મળ્યા હતા.
આ પણ વાંચો: ચતુષકોણીય મુકાબલો ધરાવતી ઓખલા સીટ ઉપર ચમત્કાર, ભાજપ આગળ થયું