ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીની સૌથી હોટ સીટ: અરવિંદ કેજરીવાલ vs પ્રવેશ વર્મા vs સંદીપ દીક્ષિતમાંથી કોણ મારશે બાજી, થોડી વારમાં થશે ક્લિયર

Text To Speech

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હીની 70 સીટો પર મતગણતરી શરુ થઈ ગઈ છે. આજે ફાઈનલ પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે. દિલ્હી ચૂંટણી પર સૌની નજર રહેલી છે, જ્યારે સૌથી વધારે વીઆઈપી સીટો પર વધારે ખાસ ધ્યાન રહેવાનું છે. જ્યાંની હાર જીતથી મુખ્યમંત્રીનો નિર્ણય થવાનો છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ નવી દિલ્હી વિધાનસભા સીટની. નવી દિલ્હી સીટ દિલ્હી વિધાનસભાની સૌથી હોટ સીટ છે. અહીંથી આમ આદમી પાર્ટી તરફથી ખુદ અરવિંદ કેજરીવાલ મેદાનમાં છે. ભાજપ તરફથી પ્રવેશ વર્મા કાંટાની ટક્કર આપી રહ્યા છે. કોંગ્રેસ પણ અહીંથી પાછળ નથી. આ સીટ પર અરવિંદ કેજરીવાલને કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત ટક્કર આપી રહ્યા છે.

દિલ્હીની સૌથી હોટ સીટ

  • અરવિંદ કેજરીવાલ- આમ આદમી પાર્ટી
  • પ્રવેશ વર્મા – ભાજપ
  • સંદીપ દીક્ષિત- કોંગ્રેસ

નવી દિલ્હી મતલબ હોટ સીટ

નવી સીટ દિલ્હી વિધાનસભાની સૌથી હોટ સીટ છે. આ સીટ દિલ્હીને મુખ્યમંત્રી આપે છે. અરવિંદ કેજરીવાલથી પહેલા આ સીટ પર શિલા દીક્ષિતનો કબજો હતો. 2013 સુધી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી હતા.2013 બાદથી કેજરીવાલ આ સીટ જીતતા આવ્યા છે. તેઓ ફરીથી આ સીટ પર દાવેદાર છે. જો કે નવા એક્ઝિટ પોલમાં નવી દિલ્હી સીટ પર અરવિંદ કેજરીવાલ અને ભાજપના પ્રવેશ વર્માની વચ્ચે કાંટાની ટક્કરની ભવિષ્યવાણી કરી છે.

2020માં શું હતુ આ સીટ પરનું પરિણામ

નવી દિલ્હી વિધાનસભા સીટ પર વર્ષ 2020માં પણ અરવિંદ કેજરીવાલે આ સીટ પર કબજો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીત મેળવી હતી. તેમને કૂલ 46758 વોટ મળ્યા હતા, જે કૂલ મતના 61.1 ટકા વોટ હતા.તેમના નજીકના હરીફ સુનીલ કુમાર યાદવ હતા. સુનીલ કુમાર યાદવને ભાજપે ટિકિટ આપી હતી. તેમને 25061 વોટ મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે ભાજપના ઉમેદવારને 21697 વોટથી હરાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રમેશ સભરવાલને 3200 વોટ મળ્યા હતા.

આ પણ વાંચો: દિલ્હીની સૌથી હોટ સીટ: અરવિંદ કેજરીવાલ vs પ્રવેશ વર્મા vs સંદીપ દીક્ષિતમાંથી કોણ મારશે બાજી, થોડી વારમાં થશે ક્લિયર

Back to top button