ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

રેટ કટ બજારને ચિયરઅપ કરવામાં નિષ્ફળ, સેન્સેક્સ 197 પોઇન્ટ ઘટ્યો

Text To Speech

અમદાવાદ, 7 ફેબ્રુઆરી, 2025: ધીમી થઈ રહેલી આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને બજારમાં વધુને વધુ રૂપિયો ફરે તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા આજે હાથ ધરવામાં આવેલી નાણાં નીતિમાં રેપોરેટમાં 0.25 બેઝિઝ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટાડો બજારને ચિરઅપ કરવામાં નિષ્ફળ નીવડતા બીજા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આજે મુખ્યત્વે નાણાકીય સેવા લગતી કંપનીઓ, એફએમસીજી અને આઇટી શેરોએ નિફ્ટીને પછાડી હતી જ્યારે ટેલિકોમ, મેટલ્સ અને ઓટો શેરોમાં ઊછાળો જોવા મળ્યો હતો.

નિષ્ણાતોના પાંચ વર્ષના લાંબા ગાળા બાદ રેટ કટ કરવામાં આવ્યો છતાં એફઆઇઆઇએ ઊંચા મથાળે નફો ગાંઠે બાંધી લીધો હતો. તેની સાથે માર્કેટ પાર્ટિસિપન્ટ્સને પણ તેજી લાંબો સમય ટકશે નહીં તેવો ભય લાગત શોર્ટ કવરીંગને પગલે સેન્સેક્સ અને નિફ્ટી વધુ પછડાયા હતા. જોકે રેટ કટની અસર આગામી દિવસોમાં જોવા મળશે અને ઘસારો ધોવાઇ જશે.

7 ફેબ્રુઆરીના રોજ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લાંબા સમય પછી વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી, ટ્રેડિંગ સત્રના બીજા ભાગમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 77,860.19 પર 197.97 ઘટાડા પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 43.40 પોઇન્ટના ઘટાડા સાથે 23,559 પર બંધ થયો હતો. બપોરે 2 વાગ્યા સુધીમાં, BSE સેન્સેક્સ 500 થી વધુ પોઈન્ટ અને NSE નિફ્ટી 150 થી વધુ પોઈન્ટ ઘટ્યો હતો. જોકે, બાદમાં બજારમાં થોડી રિકવરી જોવા મળી.

RBI દ્વારા રેપો રેટ ઘટાડાની જાહેરાત બાદ PSU બેંકિંગ ઇન્ડેક્સ નબળો પડ્યો છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 1.74% ઘટ્યો છે. SBI (2.39%), BoB (1.77%), BoI (1.95%) અને PNB (0.69%) જેવા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ખાનગી ક્ષેત્રની HDFC બેંક, ICICI બેંક અને કોટક બેંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.મેટલ શેરોમાં ચમક જોવા મળી છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 2.65%નો ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો..અદાણીનો લાડલો આજે સાત ફેરા લેશે, અમદાવાદમાં લગ્ન; આટલા મહેમાનો હાજરી આપશે

Back to top button