ટ્રેન્ડિંગધર્મ

જયા એકાદશી પર ક્યાં સુધી રહેશે ભદ્રા? જાણો પૂજન અને પારણાનો સમય

Text To Speech
  • એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળ દરમિયાન શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ. જયા એકાદશી પર પૂજા અને ઉપવાસ માટેનો શુભ સમય જાણો

HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ જયા એકાદશી મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ આવે છે. આ વર્ષે જયા એકાદશીનું વ્રત 8 ફેબ્રુઆરી 2025, શનિવારના રોજ છે. એકાદશીના દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવી અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે. આ વખતે જયા એકાદશી પર ભદ્રાનો સાયો પણ રહેશે. હિન્દુ ધર્મમાં ભદ્રાને અશુભ સમય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભદ્રાકાળ દરમિયાન શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ. જયા એકાદશી પર પૂજા અને ઉપવાસ માટેનો શુભ સમય જાણો

જયા એકાદશી પર ભદ્રા ક્યાં સુધી રહેશે?

હિન્દુ કેલેન્ડર મુજબ, જયા એકાદશીના દિવસે ભદ્રા સવારે 08:48થી રાત્રે 08:15 સુધી રહેશે.

જયા એકાદશી પર ક્યાં સુધી રહેશે ભદ્રા? જાણો પૂજન અને પારણાનો સમય hum dekhenge news

જયા એકાદશીની પૂજાનું શુભ મુહૂર્ત

  • બ્રહ્મ મુહૂર્ત – સવારે 5.21થી સવારે 6.13 સુધી
  • અભિજીત મુહૂર્ત – બપોરે 12.13થી 12.57 સુધી
  • વિજય મુહૂર્ત – બપોરે 2.26થી 3.10 સુધી
  • અમૃત કાલ – સવારે 9.31થી 11.05 સુધી
  • રવિ યોગ – સવારે 7.05થી સાંજે 6.07 સુધી

જયા એકાદશી પર ચોઘડિયા મુહૂર્ત

  • શુભ – ઉત્તમ: સવારે 8.28થી 9.50
  • લાભ – ઉન્નતિ: 1:58 PM થી 03:21 PM
  • અમૃત – શ્રેષ્ઠ: બપોરે 3:21થી 4:43
  • લાભો – ઉન્નતિ: સાંજે 6.06થી 7.43

જયા એકાદશી વ્રતના પારણાનું મુહૂર્ત 2025

જયા એકાદશીનું વ્રત 9 ફેબ્રુઆરી 2025, રવિવારના રોજ ઉજવવામાં આવશે. જયા એકાદશીના પારણાનો શુભ સમય સવારે 7.04થી 9.17 સુધીનો રહેશે.

દ્વાદશી તિથિમાં ઉપવાસ તોડવો શુભ

દ્વાદશી તિથિમાં એકાદશીનું વ્રત તોડવું શુભ માનવામાં આવે છે. જયા એકાદશી વ્રતના પારણા દ્વાદશીનો અંત સુધી એટલે કે સાંજે 7.25 સુધી થઈ શકશે.

જયા એકાદશીનું મહત્ત્વ

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થાય છે અને અંતે તેને મોક્ષ મળે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચોઃ શનિદેવ હોળી બાદ કરશે રાશિ પરિવર્તન, ત્રણ રાશિઓને કરશે માલામાલ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button