ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

Sushant Singh Rajput કેસ ફરી ચર્ચામાં આવ્યો, શું આદિત્ય ઠાકરેની ધરપકડ થશે?

Text To Speech

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2025 :  Sushant Singh Rajputકેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં સુશાંત સિંહના અને તેની પૂર્વ મેનેજર સાલિયાનના મૃત્યુ મામલે આદિત્ય ઠાકરેની પૂછપરછ અને ધરપકડની માગ કરતી PIL દાખલ કરવામાં આવી છે. ચાહકો અને પરિવારજનો આજે પણ ન્યાયની માગ કરી રહ્યા છે. હજું પણ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.

બોમ્બે હાઈકોર્ટ સુનાવણી કરશે
બોમ્બે હાઈકોર્ટ Sushant Singh Rajputના આ કેસની PIL પર સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. 19 ફેબ્રુઆરીના રોજ આ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ લિટિગેંટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ અપીલમાં બંને ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી હોવાની શંકા પણ છે. જેથી સત્ય ઉજાગર કરવા માટે તપાસની માગ થઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

અટકાયત અને પૂછપરછની માગ

એસોસિએશનના અધ્યક્ષ રાશિદ ખાન પઠાણે આદિત્ય ઠાકરેની અટકાયત કરી પૂછપરછ કરવાની માગ પણ કરી છે. ઉલ્લેખનીય છે, દિશા સાલિયાનનું 8 જૂન, 2020ની રાત્રે મુંબઈમાં બિલ્ડિંગના 14મા માળેથી પડવાને કારણે મૃત્યુ થયું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દિશા ઘણી ઈમોશનલ હતી અને પાર્ટી દરમિયાન તે તેની પ્રોફેશનલ લાઇફ વિશે ચિંતિત થઇ અને રડવા લાગી હતી. તેણે તેની ફ્રેન્ડ અંકિતાને લંડન ફોન કર્યો હતો અને ત્યારબાદ તેણે બિલ્ડિંગથી છલાંગ મારી લીધી. દિશાએ 8 જૂને આત્મહત્યા કરી હતી

બંને મૃત્યુનો કોયડો નથી ઉકેલાયો

આ કેસની પ્રારંભિક તપાસમાં બંનેના મૃત્યુંને આપઘાત તરીકે દર્શાવવામાં આવ્યા છે. દિશાના પરિવારે આપઘાતના કારણો સ્વીકાર્યા છે અને ષડયંત્રની અટકળોને પણ ફગાવી છે. જ્યારે Sushant Singh Rajputના પરિવારજનો સ્વીકારી રહ્યા નથી. તેમને આ મામલે કોઈ મોટુ ષડયંત્ર રચાયું હોવાની આશંકા છે.

આ પણ વાંચો : રોહિત શર્મા પછી કોણ ટેસ્ટ ટીમનો કેપ્ટન?  BCCIએ વિકલ્પો શોધવાનું કર્યું શરૂ, આ નામો પર ચર્ચા

Back to top button