ટ્રેન્ડિંગમનોરંજન

છાવાની રિલીઝ પહેલા વિક્કી કૌશલ પહોંચ્યો ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, જુઓ વીડિયો

Text To Speech
  • ‘છાવા’ની રિલીઝ પહેલા તેની સફળતાની પ્રાર્થના કરવા વિકી કૌશલ મહારાષ્ટ્રના ઔરંગાબાદ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયો છે

HD ન્યુઝ ડેસ્કઃ વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘છાવા’ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટ્રેલરથી જ ચાહકોનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે. દર્શકો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે, ‘છાવા’ની રિલીઝ પહેલા ફિલ્મની સફળતાની પ્રાર્થના કરવા વિકી કૌશલ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ,  મહારાષ્ટ્રના ઔરંગાબાદ પહોંચી ગયો છે.

આજે વિકીે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત લીધી અને મહાદેવજીની ભક્તિમાં લીન જોવા મળ્યા. આ દરમિયાન અભિનેતાએ વિધિ મુજબ પૂજા કરી અને શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અભિનેતા પાયજામા અને ગળામાં શાલ પહેરેલો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અભિનેતાને ત્યાં હાજર મહંત અને પંડિતો સાથે શિવલિંગની પૂજા કરતો અને મંત્રોનો જાપ કરતો જોઈ શકાય છે. વિકી પણ હર હર મહાદેવનો જાપ કરી રહ્યો છે. આ દરમિયાન વિક્કીની ટીમ પણ તેની સાથે જોવા મળી હતી.

છાવાની સ્ટોરી

ફિલ્મ ‘છાવા’ વિશે વાત કરીએ તો, તેમાં અક્ષય ખન્ના અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે, જેમાં વિક્કી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજ (છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર)ની ભૂમિકા ભજવતા જોવા મળશે, જે તેમની પૌરાણિક વાર્તા દર્શાવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉટેકર દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 51 વર્ષની ઉંમરે રામ કપૂરે કેવી રીતે ઘટાડ્યું 55 કિલો વજન, સર્જરીની અટકળો પર અભિનેતાનો જવાબ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button