ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહાકુંભ જઈ રહેલા 8 લોકોનું થયું મૃત્યુ, ટાયર ફાટવાથી કાર રોડવેઝ બસ સાથે અથડાઈ

Text To Speech

જયપુર, ૦૬ ફેબ્રુઆરી:  રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. આ બધા લોકો જયપુરથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. આ અકસ્માત ડુડુ વિસ્તારમાં થયો હતો. મળતી માહિતી મુજબ, એક કાર અને રોડવેઝ બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટાયર ફાટવાને કારણે કાર કાબુ બહાર ગઈ અને ડિવાઈડરની બીજી બાજુ પહોંચી ગઈ અને બસ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોની ઓળખ કરી અને તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરી. બીજી તરફ, અકસ્માતને કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ક્રેનની મદદથી પોલીસે બસ અને ક્ષતિગ્રસ્ત કારને રસ્તા પરથી દૂર કરી અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ સાથે અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા.

આ પણ વાંચો :જયા, રેખા અને અમિતાભનો લવ ટ્રાયેંગલ! 44 વર્ષ જૂની પ્રેમકહાની ફરી પડદા પર જોવા મળશે, આ ક્લાસિક ફિલ્મ ફરીથી થશે રિલીઝ

સેલેરી એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ વચ્ચે શું તફાવત છે?

અમિત શાહ, રાજનાથ, ગડકરી કે શિવરાજ… જાણો કયા મંત્રીના મંત્રાલયને ફાળવાયું સૌથી વધુ બજેટ

શું તમે પણ ઘર ભાડે આપીને પૈસા કમાઓ છો? જાણો બજેટમાં નાણામંત્રીએ શું કહ્યું? 

યુવકે બેંકમાંથી લોન લઈને ગર્લફ્રેન્ડને મારી નાખવા આપી સોપારી, હત્યા કેસમાં મોટો ખુલાસો 

હાઇવે કે એક્સપ્રેસ વે પર ‘મદદ’ની જરૂર છે? તો NHAI ના આ નંબર પર કરો ડાયલ

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button