ગુજરાતટ્રેન્ડિંગમહાકુંભ 2025

CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કુંભમેળામાં પવિત્ર સ્નાન કરશે

Text To Speech

પ્રયાગરાજ, 6 ફેબ્રુઆરી, 2025: પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં દેશ – વિદેશથી લાખો કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સ્નાન કરવા અને કલ્પવાસ કરવામાં માટે આવ્યા છે. દેશના નામચીન વ્યક્તિઓની સાથે વિદેશના લોકો પણ શાહી સ્નાન કરવા માટે આવતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે. મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.

આ પણ વાંચો….અભિનેત્રી ઇશિકા તનેજા સનાતની શિષ્યા બની, લીધી ગુરુ દીક્ષા

Back to top button