ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હેવાનિયતની હદ પાર કરી: 3 શિક્ષકોએ મળીને ટોયલેટમાં 13 વર્ષની બાળકીની આબરુ લૂંટી લીધી

Text To Speech

કૃષ્ણાગિરી, 6 ફેબ્રુઆરી 2025: તમિલનાડૂના કૃષ્ણાગિરી જિલ્લામાં ત્રણ શિક્ષકોએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરી નાખ્યો છે. એક સરકારી સ્કૂલમાં ત્રણ શિક્ષકોએ મળીને એક 13 વર્ષની બાળકીની આબરુ લૂંટી લીધી હતી. ત્રણેય આરોપીઓને બુધવારે યૌન અપરાધથી બાળકોને સંરક્ષણ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કર્યા બાદ 15 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુન્હો 2 જાન્યુઆરીના રોજ સ્કૂલના ટોયલેટની અંદર થયો હતો.

કૃષ્ણાગિરીના કલેક્ટર સી દિનેશ કુમારે જણાવ્યું છે કે, કૃષ્ણાગિરી જિલ્લાની સરકારી મિડલ સ્કૂલમાં ત્રણ શિક્ષકોએ 13 વર્ષની બાળકી પર કથિત રીતે યૌન ઉત્પીડન કર્યું. ત્રણેય શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા છે અને યૌન અપરાધોમાં બાળકોને સંરક્ષણ આપતા પોક્સો એક્ટ અંતર્ગત વિવિધ કલમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શિક્ષકોને 15 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.

આ કેસ વિશે વધારે જાણકારી આપતા એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના કથિત રીતે એક મહિના પછી એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ સામે આવી છે. જ્યારે બાળકીના માતા-પિતાએ આચાર્યને આ ગુન્હા વિશે જાણ કરી. સૂચના મળ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને ચાઈલ્ડ હેલ્પલાઈને શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી. તેમણે કહ્યું કે, પીડિતના માતા-પિતા દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદના આધાર પર ત્રણેય આરોપી શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળનું નામ બદલવા માગે છે મમતા બેનર્જી, જાણો શું હશે નવું નામ

Back to top button