ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ: ક્રિપ્ટો કોઇનના નામે લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ

Text To Speech
  • કુટુંબીજનો, વેપારીઓ અને મિત્રોને પણ રોકાણ કરાવ્યું
  • ઠગાઇ કર્યાની પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી
  • બધા રોકાણકારોણ મળી કુલ રૂા. પાંચ કરોડનું રોકાણ કર્યું હતું

રાજકોટના કરણસિંહજી રોડ પર સેન્ટર પોઇન્ટમાં ઓફિસ ધરાવતા મિલન ધનજીભાઈ ચાવડા અને તેના પાર્ટનર ઇરફાન ઉમરાખાન પઠાણે ક્રિપ્ટો કોઇનના નામે અનેક રોકાણકારો સાથે પાંચેક કરોડની ઠગાઇ કર્યાની પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. જેના આધારે એ ડીવીઝન પોલીસે તપાસ આગળ ધપાવી છે.

કુટુંબીજનો, વેપારીઓ અને મિત્રોને પણ રોકાણ કરાવ્યું

રેલનગરના આસ્થા ચોકમાં રહેતા વિજય મનહરલાલ વાછાણીએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે તે લોન અપાવવાનું કામ કરે છે. ૨૦૨૧ની સાલમાં લોનના કામ સબબ મિલન સાથે સંપર્કમાં આવ્યો હતો. તે વખતે મિલને ક્રિપ્ટોનો પ્લાન સમજાવતા તે તેના પ્રોજેક્ટમાં ૨૦૨૩ની સાલથી જોડાયો હતો. ત્યાર પછી તેણે તેના નજીકના કુટુંબીજનો, વેપારીઓ અને મિત્રો ઉપરાંતે બેન્કના સહકર્મીઓ-અધિકારીઓને પણ તેમાં સામેલ કરી રૂા.૭૨ લાખનું રોકાણ કરાવ્યું હતું.

બધા રોકાણકારોણ મળી કુલ રૂ. 5 કરોડનું રોકાણ કર્યું હતું

બીજા બધા રોકાણકારોણ મળી કુલ રૂ.5 કરોડનું રોકાણ કર્યું હતું. ૨૦૨૧ની સાલથી ચાલતી કંપની એમઆઇઇ ટેકનોલોજી એલએલપીના માલિક મિલન અને તેના પાર્ટનર ઇરફાને રાજકોટમાં ૫0 મહિના માટે દર મહિને ૬ ટકાના વળતરની લાલચ આપી એમઆઈઇ (મેટા બ્લોક ઇન્ટરચેઇન ઇવોલ્યુશન) નામથી ક્રિપ્ટો કોઇન બહાર પાડી છેતરપિંડી કરી છે.

આ માટે રોકાણકારોને ત્રણ ગણા રૂપિયા થઇ જશે તેવા વાયદા કર્યા

આ માટે રોકાણકારોને ત્રણ ગણા રૂપિયા થઇ જશે તેવા વાયદા કર્યા હતાં. એટલું જ નહી ગોવાની ટૂર કરાવી ૬ ટકાના વળતરની સ્કીમ સમજાવી હતી. આ ઉપરાંત ચારથી પાંચ મહિના વળતર પણ આપી બધાને વિશ્વાસમાં લીધા હતાં. આ પછી કેરાલાની ટૂરની પણ ઓફર કરી હતી. ત્યારબાદ કેવાડા નામ રાખીને જૂનો પ્લાન બંધ કરીને ફરી એક વાર રોકાણ કરેલા રૂપિયા છ ગણા થઇ જશે તેવા વાયદા સાથે એમઆઈઇમાંથી કેવાડાના નામે ટોકન ટ્રાન્સફર કરવાના નામે કેવાડા ક્રિપ્ટો ટોકન ટ્રાન્સફર કરી આપ્યા હતાં. બાદમાં અન્ય રીત-રિસમો અપનાવી રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 3219 રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ, દેશમાં સંખ્યાની દૃષ્ટિએ જાણો કયા ક્રમે

 

Back to top button