ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: અમેરિકામાં હવે આ વિભાગમાં ટ્રાંસજેન્ડર્સ પર પ્રતિબંધ લગાવી દીધો
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![Donald Trump](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/09/Donald-Trump-1.jpg)
વોશિંગટન, 6 ફેબ્રુઆરી 2025: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે મહિલા સ્પોર્ટ્સમાં ટ્રાંસજેન્ડર્સ અથલીટ્સની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવતા એક એક્ઝીક્યૂટિવ ઓર્ડર પર સાઈન કરી છે.
ટ્રમ્પના આ આદેશ બાદ હવે અમેરિકામાં ટ્રાંસજેન્ડર્સ મહિલા વર્ગની રમતોમાં ભાગ લઈ શકશે નહીં. આ આદેશ એ ટ્રાંસજેન્ડર ખેલાડીઓ પર પણ લાગૂ થશે, જે જન્મની સાથે જ પુરુષ હતા અને બાદમાં લિંગ પરિવર્તન કરાવીને મહિલા બની ગયા છે.
View this post on Instagram
આ એક્ઝીક્યૂટિવ આદેશનું નામ કીપિંગ મેન આઉટ ઓફ વીમેન્સ સ્પોર્ટ્સ છે. જે અંતર્ગત ન્યાય અને શિક્ષણ વિભાગ સહિત સંઘીય એજન્સીઓને આ ખાતરી કરવાની પુરી છૂટ આપવામાં આવી છે કે ફેડરલ ફંડિંગ પ્રાપ્ત કરી રહેલી સંસ્થાઓ ટ્રમ્પ પ્રશાસનના નિયમો અનુસાર કામ કરે, જેમાં જેન્ડરનો મતલબ જન્મના સમયનું જેન્ડર છે.
આ નિર્ણય બાદ વ્હાઈટ હાઉસ કૈરોલિન લેવિટે કહ્યું કે, આ આદેશ ટ્રમ્પના આ વાયદાનું પરિણામ છે, જેમાં તેમણે મહિલાઓની રમતમાં સમાન અવસર આપવાની વાત કહી હતી. સ્કૂલ, કોલેજો અને અન્ય એથલિટ એસોસિએશનમાં આ નિર્ણયને તરત પ્રભાવથી લાગૂ કરી દેવામાં આવ્યો છે.
અહીં ઉલ્લેખનિય છે કે, આ આદેશ એવા સમયે લાગૂ થયો છે, જ્યારે દેશમાં નેશનલ ગર્લ્ડ એન્ડ વીમેન આ સ્પોર્ટ્સ ડે મનાવામાં જઈ રહી છે.