સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી: બાળકના ગાલ પર ટાંકા લેવાની જગ્યાએ નર્સે ફેવીક્વિક લગાવી દીધી


હાવેરી, 6 ફેબ્રુઆરી 2025: કર્ણાટકની એક સરકારી હોસ્પિટલમાં ઘા પર ટાંકા લગાવવાની જગ્યાએ ફેવીક્વિકનો ઉપયોગ કરનારી નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ફેવીક્વિક એક એવો રાસાયણિક પદાર્થ છે, જે બે વસ્તુઓને ખૂબ મજબૂતીથી ચોંટાડે છે. રાજ્ય સરકારના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બુધવારે થયેલી બેઠકમાં નર્સને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણા સેવા આયુક્ત કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, ફેવીક્વિક વસ્તુઓને ચોંટાડતું પદાર્થ છે. નિયમો અનુસાર, ચિકિત્સામાં તેના ઉપયોગની પરવાનગી નથી. આ મામલામાં બાળકની સારવારમાં ફેવીક્વિકનો ઉપયોગ કરીને ડ્યટીમાં લાપરવાહી કરનારા સ્ટાફ નર્સને પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. નિયમો અનુસાર, તપાસ ચાલી રહી છે.
14 જાન્યુઆરીની છે આ ઘટના
આ ઘટના 14 જાન્યુઆરીના રોજ હાવેરી જિલ્લાના હનાગલ તાલુકાના અદૂર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં થઈ હતી, જ્યાં સાત વર્ષના ગુરુકિશન અનપ્પા હોસામનીને તેમના માતા-પિતા ગાળ પર ઘા વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. માતા-પિતાએ નર્સનો એક વીડિયો રેકોર્ડ કર્યો છે, તેમાં નર્સ એવું કહે છે કે તે તેમની ચિંતા દૂર કરવાની કોશિશ કરી રહી છએ. તે વર્ષોથી આવું કરતી આવે છે અને આ સારુ છે, કારણ કે ટાંકા લગાવવાથી બાળકના ચહેરા પર કાયમી નિશાન રહી જશે. બાદમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી અને વીડિયો પણ દેખાડ્યો.
આ પણ વાંચો: સુરત/ 2 વર્ષનો બાળક અચાનક ગટરના ખુલ્લા મેનહોલમાં પડી ગયો; બચાવ કામગીરી ચાલુ