હકીકતમાં કંપનીના આ બેબી પાઉડરના ઉપયોગથી કેન્સર થવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર પછી કંપની સામે મે 2020માં આખી દુનિયામાં આવો કેસ દાખલ થયો હતો. એટલું જ નહીં, કેન્સરની શંકાવાળો રિપોર્ટ સામે આવ્યા પછી પ્રોડક્ટના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ટેલ્કમ શું હોય છે?
ટેલ્કમ એક કુદરતી રીતે મળતું મિનરલ છે, જે પૃથ્વીમાંથી મળે છે. એમાં મેગ્નેશિયમ, સિલિકોન, ઓક્સિજન અને હાઈડ્રોજન હોય છે. રાસાયણિક રીતે ટેલ્કમ એક ડાઈડ્રોસ મેગ્નેશિયમ સિલિકેટ હોય છે, જેની કેમિકલ ફોર્મ્યુલા Mg3Si4O10(OH)2 છે. કોસ્મેટિક્સ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં ટેલ્કમનો ઉપયોગ થાય છે. ટેલ્કમનો ઉપયોગ પરસેવાને શોષવા માટે થાય છે.
ટેલ્કમથી કેન્સર થવાનું જોખમ થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાંથી ટેલ્કમને ખાણમાંથી કાઢવામાં આવે છે. ત્યાંથી એસ્બેસ્ટસ પણ નીકળે છે. એસ્બેસ્ટસ માઈકા પણ એક કુદરતી રીતે મળતું સિલિકેટ મિનરલ છે, પરંતુ તેનું એક અલગ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય છે. તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
કંપની પાઉડરને સેફ ગણાવતી હતી
કંપનીએ જાતે તેના પાઉડર પર રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, તેમનો બેબી ટેલ્કમ પાઉડર સેફ છે. J&Jએ ગુરુવારે કહ્યું હતું કે, તેમણે તેમના દરેક બેબી પાઉડર પ્રોડક્ટમાં ટેલ્કમ પાઉડરના બદલે કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરવાનો કોમર્શિયલ નિર્ણય લીધો છે.
કંપનીને પેમેન્ટ કરવા માટે મજબૂર કરાય છે
કોર્ટ ફાઈલિંગમાં J&J લોયરે જણાવ્યું કે, કંપની છેલ્લાં 5 વર્ષમાં માત્ર કેસમાં 1 બિલિયન ડોલર (અંદાજે 7968 કરોડ) ખર્ચ કરી ચૂકી છે. કંપનીના બેંકરપ્સીના ફાઈલિંગ પ્રમાણે J&Jને સેટલમેન્ટ કેસોનો ઉકેલ લાવવા માટે અત્યાર સુધી 3.5 બિલિયન ડોલર (28 હજાર કરોડ)નો ખર્ચ કરવા માટે મજબૂક કરવામાં આવે છે.
આ પણ વાંચો: 8 કલાકમાં બીજો આતંકવાદી હુમલો, હવે CRPF ટીમ પર ગોળીબાર!
સેન્ટ લુઈસમાં રાજ્યની કોર્ટની બહાર 2018માં જ્યુરીના નિર્ણયએ J&Jને તે 20 મહિલાઓને 20 હજાર કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવા મજબૂર કરી હતી. જેમણે તેમના ગર્ભાશયના કેન્સર માટે તેમના બેબી પાઉડરને ટાર્ગેટ કર્યો હતો. મિસૌરી સુપ્રીમ કોર્ટ અને US સુપ્રીમ કોર્ટ બંનેના નિર્ણયને ફેરબદલ કરવાનો ઈનકાર કર્યો છે.
1894થી વેચાય છે પાઉડર
1894થી વેચાતા જોનસન બેબી પાઉડર ફેમિલી ફ્રેન્ડલી હોવાને કારણે કંપનીનું સિમ્બોલ પ્રોડક્ટ બની ગઈ હતી. 1999થી કંપનીની ઈન્ટર્નલ બેબી પ્રોડક્ટ ડિવિઝન તેનું માર્કેટિંગ રિપ્રેઝન્ટેશન કરતી હતી.