ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ભાજપ-કોંગ્રેસ-AAP એ કમર કસી

Text To Speech
  • ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે
  • સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે
  • ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે.

ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી

ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તમામ પ્રચારકોએ પોતાના સ્ટાર પ્રચારકની યાદી બનાવી ચૂંટણી પંચને સોંપી દીધી છે અને ચૂંટણી પંચે આ યાદીને મંજૂરી પણ આપી દીધી છે.

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી વિશે જાણીએ તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, પૂર્વ DyCM નિતીન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરશોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિનોદ ચાવડા, રજની પટેલ પ્રશાંત કોરાટ, મયંક નાયક, દિપીકા સરડવા, સીમા મોહિલે, ઉદય કાનગડ, લવિંગજી ઠાકોર તથા કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, જીજ્ઞેશ મેવાણી, શૈલેષ પરમાર, અમિત ચાવડા, જગદીશ ઠાકોર ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ, પુંજા વંશ, સુખરામ રાઠવા, ઉષા નાયડુ, અમી યાજ્ઞિ, લાલજી દેસાઈ તથા ગ્યાસુદ્દીન શેખ છે.

તમામ નેતાઓએ પોતાના પક્ષ માટે પ્રચાર શરૂ કરી દિધો

AAPના સ્ટાર પ્રચારકોમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા, સુધીર વાધાણી, ઉમેશ મકવાણા, પ્રવિણ રામ, પરેશ ગોસ્વામી, રેશમા પટેલ, પાયલ પટેલ તથા સાગર રબારી છે. આ તમામ નેતાઓએ પોતાના પક્ષ માટે પ્રચાર શરૂ કરી દિધો છે.

Back to top button