શેખ હસીનાએ દેશવાસીઓને સ્પીચ આપી ને હિંસા ભડકી, વિરોધીઓએ ઘરને સળગાવી દીધું
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/bangladesh-1.jpg)
ઢાકા, 6 જાન્યુઆરી 2025: બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુઝીબુર્રહમાનના ઢાકામાં આવેલા આવાસમાં બુધવારે પ્રદર્શનકારીઓના એક મોટા જૂથે તોડફોડ કરી અને આગ લગાવી દીધી. આ તોડફોડ ત્યારે થઈ જ્યારે તેમની દીકરી અને અપદસ્થ પ્રધાનમંત્રી શેખ હસીના ઓનલાઈન લોકોને સંબોધન કરી રહી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, રાજધાનીના ધાનમંડી વિસ્તારમાં આવેલા ઘર સામે હજારો લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘરને પહેલા જ એક સ્મારક સંગ્રહાલયમાં બદલી નાખવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર બુલડોઝર જૂલુસનું આહ્વાન કર્યું હતું. કારણ કે હસીના સ્થાનિક સમયાનુસાર રાતના નવ વાગ્યે પોતાનું સંબોધન કરવાના હતા. હસીનાનું સંબોધન આવામી લીગની હવે ભંગ થઈ ચુકેલી છાત્ર શાખા છાત્ર લીગ દ્વારા આયોજીત કરી હતી. પૂર્વ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં દેશવાસીઓને વર્તમાન શાસન વિરુદ્ધ સંગઠિત થઈ અવાજ ઉઠાવવાનું આહ્વાન કર્યું હતું.
The last trace of the architect of independent Bangladesh has been burned to ashes today.
Cry, Bangladesh, cry. pic.twitter.com/lj17JJ4IzJ— taslima nasreen (@taslimanasreen) February 5, 2025
મોહમ્મદ યૂનુસને ચેતવણી આપી
હસનીનાએ સ્પષ્ટ રીતે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસની સરકાર તરફ ઈશારો કરતા કહ્યું કે, તેમની પાસે હજુ પણ એટલી તાકાત છે તેઓ રાષ્ટ્રીય ધ્વજ, સંવિધાન અને તેની સ્વતંત્રતાને બુલડોઝરથી નષ્ટ કરી શકે. જેને અમને લાખો શહીદોના જીવનની કિંમત પર અર્જીત કર્યું છે. તેમણે કહ્યું કે, તે ઈમારતને ધ્વસ્ત કરી શકે છે, પણ ઈતિહાસને નહીં. પણ તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે, ઈતિહાસ કરવટ જરુરથી લે છે.
શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પોતાના સભ્યો અને હસીનાના અન્ય સમર્થકો પર હુમલાના આરોપની વચ્ચે સમર્થન પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહી છે. તેના માટે પાર્ટીએ એક મહિના સુધી ચાલનારા વિરોધ પ્રદર્શન પણ શરુ કરી દીધા છે. આ વિરોધની વચ્ચે શેખ હસીનાએ ઓનલાઈન ભાષણ આપવાનું શરુ કર્યું. આ અગાઉ બુધવારે અમુક પ્રદર્શનકારીઓએ ધમકી આપી કે જો પૂર્વ પ્રધાનમંત્રીએ પોતાનું ભાષણ ચાલું રાખ્યું તો તેઓ ઈમારતને બુલડોઝરથી ઉડાવી દેશે. જેવુ હસીનાએ બોલવાનું શરુ કર્યું તો, પ્રદર્શનકારીઓએ ઘર પર હુમલો કરી દીધો. બાદમાં ઈમારતને તોડવા માટે એક ક્રેન અને એક ખોદવાનું મશીન પણ લઈને આવી ગયા.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં બે શિક્ષકો પાસેથી મળ્યો કુબેર ખજાનો, રૂ.8 કરોડની સંપત્તિનો ખુલાસો થયો