ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્ણ, 699 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ : જાણો કેટલું થયું મતદાન

Text To Speech

નવી દઈહઈ, 5 ફેબ્રુઆરી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું. મતદાન સાંજે ૬ વાગ્યે પૂર્ણ થયું. પરંતુ આ પહેલા, જે મતદારો મતદાન મથકે પહોંચી ગયા છે અને કતારમાં ઉભા છે તેઓ તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચના આંકડા મુજબ, સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

૬૯૯ ઉમેદવારોમાંથી ૯૬ મહિલાઓ

મતદાન પૂર્ણ થતાંની સાથે જ 699 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ જશે. આ ઉમેદવારોમાં ૯૬ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ઉમેદવારોની મહત્તમ સંખ્યા 23 છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક આ ચૂંટણીની સૌથી ગરમ બેઠક રહી છે. અહીંથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ સાહિબ સિંહ વર્માને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે.

તેવી જ રીતે, કસ્તુરબા નગર અને પટેલ નગર બેઠકો પર સૌથી ઓછા ઉમેદવારો છે. આ બે બેઠકો પર પાંચ-પાંચ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

આ પણ વાંચો :જયા, રેખા અને અમિતાભનો લવ ટ્રાયેંગલ! 44 વર્ષ જૂની પ્રેમકહાની ફરી પડદા પર જોવા મળશે, આ ક્લાસિક ફિલ્મ ફરીથી થશે રિલીઝ

સેલેરી એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ વચ્ચે શું તફાવત છે?

અમિત શાહ, રાજનાથ, ગડકરી કે શિવરાજ… જાણો કયા મંત્રીના મંત્રાલયને ફાળવાયું સૌથી વધુ બજેટ

શું તમે પણ ઘર ભાડે આપીને પૈસા કમાઓ છો? જાણો બજેટમાં નાણામંત્રીએ શું કહ્યું? 

યુવકે બેંકમાંથી લોન લઈને ગર્લફ્રેન્ડને મારી નાખવા આપી સોપારી, હત્યા કેસમાં મોટો ખુલાસો 

હાઇવે કે એક્સપ્રેસ વે પર ‘મદદ’ની જરૂર છે? તો NHAI ના આ નંબર પર કરો ડાયલ

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button