અમદાવાદઆંતરરાષ્ટ્રીયએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવર્લ્ડ

અમદાવાદઃ દુર્ગાધામ દ્વારા ”સનાતનનો શંખનાદ” કાર્યક્રમનું આયોજન; 100 જ્ઞાતિના પ્રતિનિધિઓ ભાગ લેશે; આ છે મુખ્ય મુદ્દાઓ

5 ફેબ્રુઆરી 2025 અમદાવાદ: બાવળા તાલુકાનાં ગોરાણી ક્લબ & રિસોર્ટ ભમાસરા ખાતે દુર્ગાધામ દ્વારા “સનાતનનો શંખનાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ સમાજમાં સનાતન ધર્મના સિદ્ધાંતો જ્ઞાતિ સંસ્કાર અને પરંપરાગત મૂલ્યોને મજબૂત બનાવવાનો છે. 9 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગો ધાર્મિક નેતાઓ સામાજિક કાર્યકર્તાઓને યુવાનોને સામેલ કરવામાં આવશે. જેથી સનાતન ધર્મના સિદ્ધાંતોનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થઈ શકે.

100 જેટલી જ્ઞાતિના પ્રતિનિધિઓ રહેશે હાજર
દુર્ગાધામ સંસ્થાના પ્રમુખ ભાવેશભાઈ રાજ્યગુરુએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે “સનાતનનો શંખનાદ” કાર્યક્રમમાં 100 જેટલી જ્ઞાતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમમાં રાજ્ય પરના વિવિધ ધાર્મિક અને સામાજિક આગેવાનો એક મંચ પર એકત્રિત થશે. જેમાં વિશ્વસનીયતા અને પરંપરાઓને જાળવવા માટે દ્વાર ખોલી રહ્યો છે સનાતનનો શંખનાદ કાર્યક્રમ દુર્ગાધામ. ખાસ કરીને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા સનાતન ધર્મને લગતા કાનૂનો ઘડવા માટે અને રામ મંદિર નિર્માણ માટે અભિનંદન પાઠવવા ધન્યવાદ પ્રસ્તાવ મૂકવામાં આવશે.

મુખ્ય 3 મુદ્દાઓ પર વિશેષ ચર્ચા
22મી રાજ્યગુરુ આ કાર્યક્રમના મુખ્ય હેતુઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે 3 મુખ્ય એજન્ડા છે. જેમાં 1) દીકરીની લગ્નની ઉંમર 18ની બદલે 21 કરવાની સલાહ આપવામાં આવશે અને સર્વાનુમતે આ વિષય પર ચર્ચા કરીને ઠરાવ કરવામાં આવશે. 2) આંતરજ્ઞાતિય લગ્ન અટકાવવા માટે જ્ઞાતિ સંસ્કાર યજ્ઞના આયોજન પર ચર્ચા કરવામાં આવશે. 3) લગ્ન અને છૂટાછેડાની માહિતી ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ રહે તે માટે સરકાર પાસે માંગણી કરવામાં આવશે. ખાસ આ કાર્યક્રમમાં 10 થી વધુ ધારાસભ્યો હાજર રહેવાના છે સાથે અનેક સંસ્થાઓના વડા પણ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.

કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ

1. લગ્ન વય અને પ્રેમ લગ્ન પર ચર્ચા

સમાજમાં વગ્નની ઉંમર વિશેચર્ચા કરવામાં આવી છે. હાલમાં 18 વર્ષના અવધિમાં કન્યાનું લગ્ન થાય છે. પરંતુ જો આ ઉંમરને 21 વર્ષ કરવામાં આવે, તો પ્રેમલગ્નમાં 50% ઘટાડો થઈ શકે છે. વિધર્મી લગ્નમાં 80% સુધી ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત, માતા-પિતાની સહમતીથી લગ્ન ફરજિયાત બનાવવાથી સમાજમાં સકારાત્મક ફેરફારો આવી શકે છે.

2. જ્ઞાતિ સંસ્કારનું મહત્વ

જ્ઞાતિ સંસ્કારને સનાતનધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે. આ સંસ્કાર પરંપરાને અને સમાજને એકઠા કરવામાં મદદરૂપ થાય છે. ટૂંક સમયમાં દુર્ગાષામ ખાતે જ્ઞાતિ સંસ્કાર યજ્ઞનું આયોજન કરવામાં આવશે.

3. વિધર્મી લગ્ન પર ચર્ચા

વિધર્મી લગ્નના પ્રતિક્રિયાઓ અને તેમાંથી મળતા પરિણામો પર ચર્ચા કરવામાં આવશે આ ચર્ચામાં દરેક જાતિ, સમાજના આગેવાનોને આમંત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ સર્વ જ્ઞાતિની એકતા અને ભાઈચારાનો પરિચય આપવાનો છે.

4. જનજાગૃતિ અભિયાન

આ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ હેતુ સમાજમાં જનજાગૃતિ લાવવાનો છે. ધાર્મિક અને સામાજિક આગેવાનોના સહયોગથી આ અભિયાનનો વ્યાપક પ્રચાર કરવામાં આવશે.

5. ધારાસભ્યોને નિવેદન

182 ધારાસભ્યોને આ કાર્યક્રમ દ્વારા આ વિષય પર પોતાના મત પ્રગટ કરવા આવાહ્ન કરવામાં આવશે

અત્રે ઉલ્લેખની વચ્ચે કે આ કાર્યક્રમ દરમિયાન કલા, મીડિયા અને વ્યવસાયિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્યકર્તા સમાજના મહાનુભાવોનો સન્માન કરવામાં આવશે સાથે સનાતનનું શંખનાદ કાર્યક્રમનો એક નાટક પણ રજૂ કરવામાં આવશે. કુલ 2,50,000 સ્ક્વેર ફીટ વિસ્તારમાં આ સમગ્ર કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે.

Back to top button