બહેનનો ભાઈલો લાડકો, બહેને ચિત્તાને બાંધી રાખડી, જુઓ વીડિયો


સમગ્ર દેશમાં ગત રોજ રક્ષાબંધનની ભારે ઉત્સાહભેર ઉજવણી થઇ. રક્ષાબંધનના પાવન પર્વના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને જે બહેનોને ભાઈ નથી હોતા તે અન્યને રાખડી બાંધી ઉજવણી કરે છે. ત્યારે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના પાનડી ગામની કંચન કુંવર નામની એક મહિલાએ ચિત્તાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.
બહેનનો ભાઈલો લાડકો, બહેને ચિત્તાને બાંધી રાખડી#RakshaBandhan #AnimalLovers #Cheetah #humananimalrelation #rakhi2022 #Rakhi #rakhispecial #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/dYSkXrnLEP
— Hum Dekhenge News (@humdekhengenews) August 12, 2022
બહેને ચિત્તાને બાંધી રાખડી
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ગામની એક મહિલા ચિત્તાને રાખડી બાંધી રહી છે. અને આસપાસ ગામના થોડા લોકો પણ જોવા મળી રહ્યા છે. જો કે નવાઈની વાત તો એ છે કે બહેનનો લાડકો ચિત્તો પણ મૂંગા મોઢે શાંતિથી બહેન પાસે રાખડી બંધાવી રહ્યો છે અને જાણે બહેનને કહેતો હોય તેમ કે તું ચિંતા ના કર હું તારી રક્ષા કરીશ તેમ બહેન સામે ભાવૂક નજરે જોઈ રહ્યો છે. આ વીડિયો ગણતરીના કલાકોમાં જ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે