ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

પીએમ મોદી: ભગવા કપડા, ગળામાં રુદ્રાક્ષની માળા, મંત્રોચ્ચાર સાથે સંગમમાં લગાવી આસ્થાની ડુબકી

Text To Speech

પ્રયાગરાજ, 5 ફેબ્રુઆરી 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી છે. આ અવસર પર પીએમ મોદીએ ભગવા રંગના કપડા પહેર્યા હતા. તેમના ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા છે. તેમણે મંત્રોચ્ચારણ વચ્ચે સંગમમાં ડુબકી લગાવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં છે. આ અવસર પર તેમણે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું. ત્યાર બાદ તેમણે ગંગા પૂજા કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે જોડાયા હતા.

પીએમ મોદી આજે પ્રયાગરાજમાં હોવાથી સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પીએમ મોદી સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત રાજ્ય સરકારના કેટલાય વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર હતા.

આ પણ વાંચો: ઓડિશામાં મોટી દુર્ઘટના ટળી: પાટા પરથી ટ્રેન ઉતરી નજીકની સોસાયટીમાં ઘુસી ગઈ, લોકોમાં અફરાતફરી મચી

Back to top button