ઉત્તર ગુજરાત

છેલ્લા 18 વર્ષમાં રાજ્યમાં 21 જેટલાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું : પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર

Text To Speech

પાલનપુર તાલુકાના મોરીયા બનાસ મેડીકલ કોલેજ ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને 73 મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં આપણા ઘેરની આજુબાજુ, ખેતરના શેઢે-પાળે વૃક્ષો રોપવાનું પવિત્ર કાર્ય કરવું જોઇએ. તેમણે ક્લાયમેન્ટ ચેન્જના પડકારો અને વૃક્ષોનું મહત્વશ સમજાવતાં જણાવ્યું કે, વૃક્ષો મનુષ્યોના જીવનમાં જન્મથી લઇ મૃત્યુ સુધી આપણો સાથ ક્યારેય છોડતા નથી ત્યારે દરેક વ્યક્તિએ વૃક્ષોનું મહત્વ સમજી વૃક્ષો વાવે તે જરૂરી છે. હજારો જીવ, જંતુ, પશુ, પક્ષી સહિત સમગ્ર સજીવ સૃષ્ટિોના અસ્તિવત્વ માટે પણ વૃક્ષો હોવા બહુ જરૂરી છે ત્યારે આપણે સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો લીલોછમ્મ બનાવીએ.

મોરીયા બનાસ મેડીકલ કોલેજ 73મા જિલ્લાકક્ષાના વન-મહોત્સવની ઉજવણી

મંત્રીએ કહ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આપણે પ્રતિવર્ષ વન મહોત્સવની ઉજવણી કરીએ છીએ. ભૂતકાળમાં વન મહોત્સવની માત્ર ગાંધીનગરમાં થતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સાંસ્કૃતિક વનોના નિર્માણની પરંપરાના લીધે છેલ્લા 18 વર્ષમાં રાજ્યમાં ૨૧ જેટલાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે. આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દૂધરેજ ખાતે નર્મદા કેનાલની બાજુમાં વટેશ્વર વનનું લોકાર્પણ કરીને 73મા વન મહોત્સવની ઉજવણી કરાવી છે. આપણું ગુજરાત વન, રણ અને દરીયા કિનારાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતુ રાજ્ય છે. રાજ્યમાં વૃક્ષોની સંખ્યા વધારવા માટે વન વિભાગ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે જેના લીધે વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, વનો અને વન્યજીવ સૃષ્ટિ વિના માનવ જીવન શક્ય નથી એ બાબત આપણે કોરોનાના સમયમાં સારી રીતે સમજી શક્યા છીએ. વૃક્ષો આપણને ઓક્શીજન- પ્રાણવાયુ આપે છે ત્યારે વૃક્ષોને વાવી તેનું બાળકની જેમ જતન કરી ઉછેર કરીએ.

મેડીકલ કોલેજ- humdekhengenews

બનાસ મેડીકલ કોલેજ- humdekhengenews

આ પ્રસંગે સંસદ સભ્ય પરબતભાઇ પટેલે જણાવ્યું કે, વૃક્ષોના જતનને વરેલી આપણી મહાન સંસ્કૃતિમાં વૃક્ષ કાપવું એ પણ પાપ ગણાય છે ત્યારે વૃક્ષો વાવી તેની માવજત કરી ઉછેર કરીએ.રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે, વૃક્ષો વાવી તેની યોગ્ય માવજત અને જાળવણી કરી ઉછેર કરવામાં આવે ત્યારે જ સાચા અર્થમાં વન મહોત્સવ સાર્થક થશે.

શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન

સીડ બોલ બનાવી વૃક્ષારોપણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર બનાસ ડેરી વતી એમ.ડી. સંગ્રામસિંહ ચૌધરી તથા વન સંવર્ધન ક્ષેત્રે વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓનું મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Back to top button