મોટો ઝટકો: ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થશે, RBI વધારવા જઈ રહી છે ચાર્જ, જાણો કેટલી ફી ચુકવવી પડશે


નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2025: જો આપ ATMનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર આપના માટે છે.અહીં ઉલ્લેખનિય છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો ચાર્જ વધવાનો છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 5 ફ્રી ટ્રાંજેક્શનની લિમીટ પાર કરવા પર ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો ચાર્જ અને ઈન્ટરચેન્જ ચાર્જને વધારવાનો પ્લાન બનાવી રહ્યા છે. હિન્દુ બિઝનેસલાઈનના રિપોર્ટમાંથી આ જાણકારી મળી છે. ચાર્જમાં વધારાનો અર્થ એ હશે કે બેન્કિંગ ગ્રાહકોને એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે પોતાના ખિસ્સામાંથી વધારે ખર્ચ કરવો પડશે.
ચાર્જ કેટલો વધારવાની તૈયારી?
NPCIએ પાંચ ફ્રી ટ્રાંજેક્શન લિમીટ પુરી થયા બાદ વધારે રોકડ લેવડદેવડ ચાર્જને હાલના સ્તર 21 રુપિયાથી વધારીને 22 કરવાની ભલામણ કરી છે. એનપીસીઆઈએ ઉદ્યોગો સાથે વાતચીત કર્યા બાદ રોકડ લેવડદેવડ માટે એટીએમ ઈન્ટરચેન્જ ચાર્જને 17 રુપિયાથી વધારીને 19 કરવાની ભલામણ કરી છે. જ્યારે બિન રોકડ ચાર્જને 6 રુપિયાથી વધારીને 7 કરવાની ભલામણ કરી છે.
શું હોય છે એટીએમ ઈન્ટરચાર્જ ફી
એટીએમ ઈન્ટરચેન્જ એક એવો ચાર્જ છે, જે એક બેન્ક એટીએમ સેવાઓનો ઉપયોગ કરવા માટે બીજી બેન્કને આપે છે. આ ચાર્જ મોટા ભાગે લેવડદેવડનો એક ટકા હોય છે અને હંમેશા ગ્રાહકોના બિલ સાથે જોડી દેવામાં આવે છે. બેન્ક અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટ મેટ્રો અને બિન મેટ્રો વિસ્તાર માટે ચાર્જ વધારવાની એનપીસીઆઈનો પ્લાન સાથે છે. ભારતીય રિઝર્વ બેન્ક અને એનપીસીઆઈએ આ ઘટનાક્રમ પર જવાબ નથી આપ્યો.
આ પણ વાંચો: મહાકુંભમાં આજે ડુબકી લગાવશે પીએમ મોદી, 11 વાગ્યે સંગમમાં સ્નાન કરશે, પ્રયાગરાજમાં પ્રોટોકોલ લાગૂ થયો