ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Delhi Assembly election 2025: દિલ્હીમાં કોની બનશે સરકાર? 699 ઉમેદવાર અજમાવી રહ્યા છે પોતાનું ભાગ્ય

Text To Speech

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે વોટિંગ શરુ થઈ ગયું છે. આ ચૂંટણીમાં 1.56 કરોડથી વધારે મતદારો પોતાાન વોટિંગ અધિકારનો ઉપયોગ કરશે. દિલ્હીની 7 વિધાનસભા સીટો માટે 13,766 મતદાન કેન્દ્રો પર વોટિંગ થશે. જેમાં 699 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં કિસ્મત અજમાવી રહ્યા છે.

મતદાન સવારે સાત વાગ્યાથી શરુ થઈને સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પંચ શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે અર્ધસૈનિક દળની 220 કંપનીઓ, દિલ્હી પોલીસના 35626 જવાનો અને 19,000 હોમગાર્ડ તૈનાત કર્યા છે. લગભગ ત્રણ હજાર મતદાન કેન્દ્રોને સંવેદનશીલ ઘોષિત કર્યા છે અને તેમાંથી અમુક જગ્યાએ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીની નજર ત્રીજા કાર્યાકાળ પર છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દિલ્હીમાં ફરીથી ઉભરવાની આશા લગાવેલી છે.

આમ આદમી પાર્ટીના સીનિયર નેતા મનીષ સિસોદિયાએ વોટ આપતા પહેલા કાલકાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું કે,માતાના આશીર્વાદ છે અને અમે ચૂંટણી જીતીશું. તેમણે ભાજપ પર ધનબળ પ્રયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.


આ પણ વાંચો: ફેબ્રુઆરીમાં શનિ થશે અસ્ત, 40 દિવસ આ ચાર રાશિઓ રહે સતર્ક

Back to top button