ઉત્તર ગુજરાત

નકલી ભરતી કૌભાંડ : દાંતાના લાંચિયા આચાર્ય- સેવકે 40 યુવકોને ભરતીના ખોટા પત્રો આપી લાખો રૂપિયા ખંખેર્યા

Text To Speech

પાલનપુર: સર્કિટહાઉસમાંથી થોડા દિવસ અગાઉ રૂપિયા 16 લાખની લાંચ લેતાં દાંતાની સરભવાનીસિંહ વિધાલયનો આચાર્ય પાલનપુર બેચરપુરા વિસ્તારમાં રહેતો શૈલેષચંદ્ર ચંદ્રવદન મહેતા અને સસ્પેન્ડેડ પટાવાળા નરેશ કચરાલાલ જોષીને એ.સી.બી.એ ઝડપી લીધા હતા. આ અંગે પીઆઇ નિલેષ ચૌધરીએ જણાવ્યું કે, આચાર્યના ઘરની તપાસ દરમિયાન બોગસ ભરતીફોર્મ મળ્યા હતા. જેમના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન બંનેનું બોગસ ભરતી કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં 30 થી 40 યુવકોને ખોટાપત્રો આપી નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી છે. જે પૈકી છેતરપીંડીનો ભોગ બનેલા 6 વ્યકિતઓએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પાંચ વ્યક્તિઓની રૂ. 17.02 લાખની છેતરપીંડી કરી

વડગામ તાલુકાના ધોતાના મંથનકુમાર પ્રવિણભાઇ જગાણીયાના મોટાબાપાની દીકરી હેતલબેનના સસરા વડગામના રૂપાલના વસંતભાઇ દાનાભાઇ પરમાર વર્ષ 2017માં ભાભરના ઉજજનવાડામાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા. જેમને આચાર્ય શૈલેષચંદ્રએ સંતાનોને નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેમણે મંથન જગાણીયાને નોકરીની વાત કરતાં તેમના બનેવી નિખિલકુમાર મિત્રા અને વેવાઇ વસંતભાઇ 16 ફેબ્રુઆરી 2017ના દિવસે પાલનુર સર્કિટ હાઉસમાં મળ્યા હતા. જ્યાં આચાર્યની વાતોમાં આવી ડોકયુમેન્ટની નકલો આપી હતી. જ્યાં મંથને પ્રથમ રૂપિયા 30,000 ટોકન પેટે, તારીખ 5 માર્ચ 2017ના રોજ રૂપિયા 1,20,000 ચેકથી આચાર્યને આપ્યા હતા.વેવાઇ વસંતભાઇએ તેમના પુત્ર નિખિલ માટે રૂપિયા 97,000 રોકડા તેમજ તેમની દિકરાની પત્નિ હેતલબેનની ટેટની પરીક્ષા પાસ કરાવવા રૂપિયા 40,000 ટોકન પેટે આપ્યા હતા.

પાટણના બે યુવકોને દાંતા વિધાલયમાં કલાર્કની નોકરીની લાલચ આપી

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ધારૂસણના ભરતભાઇ ભાયરામભા જોષીને સરભવાનીસિંહ વિધાલયમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 7,05,000 જ્યારે રમેશભાઇ હરદેવભાઇ જોષી પાસેથી રૂપિયા 7,10,000 લીધા હતા.

ટેટ-2ની માર્કસશીટ ખોટી બનાવી

આચાર્યએ કયા વિભાગમાં નોકરી જોઇએ છે તેમ કહ્યુ હતુ. જેમાં મંથને વન અને સંશોધન વિભાગમાં કલાર્કની જ્યારે વસંતભાઇએ તેમના પુત્ર નિખીલ માટે જી.સી.ઇ.આર.ટી.માં જુનીયર કલાર્કની નોકરી માટે વાત કરી હતી. તેમજ પુત્રવધુની ટેટ- 2ની પરીક્ષા પાસ કરાવવાનું કહ્યુ હતુ. જોકે, નાણાં આપ્યા પછી માર્કસશીટ નકલી બનાવી હતી.તેમજ સરકારના નકલી પત્રો આપતાં પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાયું હતુ.

નકલી ભરતી કૌભાંડ- humdekhengenews
બનાસકાંઠા અને પાટણના પાંચ વ્યકિતઓએ પાલનપુરમાં રૂપિયા 16.75 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

સરકારના આ વિભાગના પત્રો નકલી બનાવ્યા

  • વન અને સંશોધન વિભાગની કચેરીમાં જુનીયર કલાર્કની સીધી ભરતી પ્રકિયાની એન. ઓ. સી (જાવક નંબર 73/2017-18. એ.ડી/ મહેકમ વિભાગ
  • ગુજરાત સરકારનો તા. 10એપ્રિલ’17નો અધિક મુખ્ય સચિવ જી.એ.ડી.ના હોદ્દા ઉપર સહી કરેલો પત્ર
  •  નાણાં વિભાગમાંથી પગાર ગ્રાન્ટની સાથે ઇન્ટરવ્યું યોજવાની મંજુરીનો પત્ર નંબર 1323
  • સીધી ભરતી પ્રક્રિયા 2017-18ના વિ. ગાંધીનગર તા. 11ઓગષ્ટ’17નો અડીશનલ ચીફ સેક્રેટરી નાણાં વિભાગનો પત્ર
  • ડાયરેકટર ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનો તા. 20નવે.’17નો હોદ્દા ઉપરનો સહી કરેલો પત્ર
  •  સામાન્ય વહીવટ વિભાગ (જી. એ. ડી.)નો પત્ર

આચાર્યએ આવી રીતે યુવકોને ફસાવ્યા

લાંચિયો આયાર્ય અને પટાવાળો પાલનપુર સર્કિટ હાઉસના પ્રથમ માળના રૂમમાં નોકરી વાંચ્છુ ઉમેદવારોને બોલાવતા હતા. અને સરકારી નોકરી બાબતે વાતચિત કરી સરકાર અમુક જગ્યાઓ ઉપર પરીક્ષા વગર ઇન્ટરવ્યું લઇ સીધી ભરતી કરી રહી છે. તેમાં મારા સબંધીની ઉંચી ઓળખાણ છે. એક માણસની નોકરીના રૂપિયા 5 લાખ થશે તેમ કહી કેટલાક સર્ટી. બતાવી તેમજ ભરતીની પ્રક્રિયા સમાજાવી યુવકોને ફસાવ્યા હતા.

સર્કિટ હાઉસમાં કેવી રીતે રૂમ ફાળવાયો

પાલનપુર સર્કિટ હાઉસમાં નોકરીની આશાએ આવતા યુવકોને લાંચિયા આચાર્ય અને સસ્પેન્ડ સેવકને સર્કિટ હાઉસનો રૂમ કોના નામે ફાળવાયો હતો. તેની પણ તપાસ જરૂરી છે. 2017થી આ કૌભાંડ ચાલી રહ્યું હોવા છતાં કોઈને તેની સહેજપણ ગંધ ના આવી? તે મોટું આશ્ચર્ય બની ગયું છે.

Back to top button