ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયા

સિનિયર IPS અધિકારી અભય ચુડાસમાએ પદ પરથી રાજીનામું આપી દીધું, આપ્યા આ સંકેત

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :   સિનિયર IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રિટાયરમેન્ટના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. IPS અભય ચૂડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહ્યાં હતા. 1998 બેચ ના IPS અધિકારી ચુડાસમા અત્યારે પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા

ઉલ્લેખનીય છે કે, સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારી અભય ચુડાસમાને ફરીથી પોસ્ટ કરવામાં આવ્યા હતા.. રાજ્ય સરકાર દ્વારા અભય ચુડાસમાની ગાંધીનગરમાં ડીજી તરીકે નિમણૂક કરવામાં પણ આવી હતી. વિજિલન્સ સ્કવોડના એસપી તરીકેની સેવા પણ બજવી ચૂક્યા છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ચુડાસમાની નકલી એન્કાઉન્ટર કેસમાં 28 એપ્રિલ 2010ના રોજ ધરપકડ પણ કરવામાં આવી હતી. ચાર વર્ષની કાર્યવાહી પછી 28 એપ્રિલ 2014ના રોજ મુંબઈની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી હતી. અભય ચુડાસમા 6 મહિનાના જામીન પછી અમદાવાદ પાછા ફર્યા છે. ત્રણ વર્ષ સુધી નડિયાદ (ગુજરાત)ની બિલોદરા જેલમાં જ કેદ હતા. આ પછી તે એક વર્ષ સુધી મુંબઈ સેન્ટ્રલ જેલમાં પણ રહ્યાં હતા.

જાંબાઝ પોલીસ અધિકારીઓમાં ગણાતા અભય ચુડાસમા અનેક મોટા ગુનાઓના ભેદ ઉકેલયા છે. અગાઉ અનેક સામાજિક કાર્યક્રમમાં અભય ચુડાસમા ઉપસ્થિત રહી ચૂક્યા છે… ત્ચારે હવે તેઓ સમાજ સેવાના કાર્યોમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. જો કે તેઓ રાજનીતિમાં જોડાશે તેવી પણ અટકળો પણ તેજ બની છે..જો કે કારણ હજું પણ અકબંધ છે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પેપર ફોડવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરાયો

Back to top button