ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગરીબ ખેડૂતને વીજળી વિભાગે 7 કરોડનું લાઈટ બિલ પકડાવી દીધું, આખો પરિવાર આઘાતમાં આવી ગયો

Text To Speech

બસ્તી, 4 ફેબ્રુઆરી 2025: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં વીજળી વિભાગની લાપરવાહી સામે આવી છે. મોલહુ નામના ગરીબ ખેડૂતને વીજળી વિભાગે 7.33 કરોડનું મોટું લાઈટ બિલ પકડાવી દીધું છે. જેને જોયા બાદ મોલહુને ચક્કર આવી ગયા હતા. તેને હ્દયના ધબકારા વધી ગયા. આટલું મોટું બિલ જોઈને આખો પરિવાર આઘાતમાં છે. મોલહુએ કહ્યું કે, જેટલું વીજળીનું બિલ છે, એટલી તો તેની પાસે પ્રોપર્ટી પણ નથી. આ ભારે ભરખમ બિલને આખા પરિવારને આઘાતમાં નાખી દીધો છે.

પ્રોપટી વેચી નાખું તો પણ લાઈટ બિલ જમા નહીં કરાવી શકું

ગરીબ ખેડૂતનું કહેવું છે કે તેની પાસે આટલી સંપત્તિ પણ નથી કે આ બિલ ચુકતે કરી શકે. તેની ચિંતા દીકરીના લગ્નને લઈને પણ છે. તેણે વીજળી વિભાગના ઉચ્ચ અધિકારીઓને ઘણી વાર આજીજી કરી, પણ અત્યાર સુધી કોઈ સમાધાન નીકળ્યું નથી.

બસ્તી જિલ્લાના હરૈયા ઉપકેન્દ્રના કેશવપુર ફીડરના રમયા ગામના મોલહુએ 2014માં એક કિલો વોટનું વીજળી કનેક્શન લીધું. તેમણે જણાવ્યું કે, ડિસેમ્બર 2024માં તેમનું વીજળી બિલ 75 હજાર બાકી આવ્યું હતું અને એક મહિના બાદ તેમનું બિલ 7 કરોડ 33 લાખ આવ્યું છે. મોલહુએ કહ્યું કે, જ્યારે અમને કરોડોનું બાકી બિલ વિશે વાત કરી તો ચક્કર આવી ગયા. વીજળીનું બિલ સાંભળીને મને તો હાર્ટ એકેટ આવવાનો હતો. મારી એક છોકરી છે, તેના લગ્ન કોણ કરશે. 7 કરોડથી વધારેનું વીજળી બિલ આવ્યું છે. અમારી આખી પ્રોપર્ટી વેચાઈ જશે તો પણ બિલ જમા નહીં કરી શકું.

મોલ્હૂના દીકરાએ જણાવ્યું કે, મારા મમ્મીને જ્યારે તેના વિશે ખબર પડી તો તબિયત ખરાબ થઈ ગઈ. અમે તેની ફરિયાદ પણ નોંધાવી છે કે અમારા ઘરમાં એક કિલોવોટનું કનેક્શન છે. પંખો અને બલ્બ વાપરીએ છીએ તો પછી કરોડોનું લાઈટ બિલ કેવી રીતે આવે. અમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. અમે લોકો ખૂબ જ ટેન્શનમાં છીએ. એક સામાન્ય માણસ આટલું લાઈટ બિલ કેવી રીતે જમા કરાવી શકે.

આ પણ વાંચો: બજેટ બાદ વધુ એક ખુશખબર આવી: લોનના હપ્તા ઘટી જશે, RBI આ દિવસે આપી શકે છે મોટી રાહત

Back to top button