સમગ્ર દેશમાં 13થી 15 ઑગષ્ટ હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે આજે રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. સીએમની સાથે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના લોકો હાજર રહ્યાં હતા.
गुजरात: मुख्यमंत्री भूपेंद्र पटेल ने 'आजादी का अमृत महोत्सव' के मौके पर राजकोट में तिरंगा यात्रा कार्यक्रम में भाग लिया। pic.twitter.com/HC47sFsCQL
— ANI_HindiNews (@AHindinews) August 12, 2022
રાજકોટમાં તિરંગા યાત્રા
શહેરના બહુમાળી ભવન ચોકથી શરૂ થનારી તિરંગા યાત્રા બે કિલોમીટરનું અંતર કાપીને રાષ્ટ્રીય શાળા પૂરી થશે.અને યાત્રામાં ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સી આર પાટીલ પણ તિરંગો લેહારાવતા જોવા મળ્યા.આ યાત્રામાં બાઈક રેલી પણ કરવામાં આવી હતી. યાત્રામાં ચારથી પાંચ મ્યુઝિક બેન્ડ તથા ઘોડેસવાર પોલીસ હાજર રહ્યા હતા. તિરંગા યાત્રામાં ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો હતો.
દેશ માટે આપણે ખભેખભો મિલાવી આગળ વધીએ: CM
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે આ એક જ એવો તહેવાર છે જેમાં કોઇ પણ પ્રદેશ, જાતિ, પ્રાંત , જ્ઞાતિ બધા જ એકમેક થઇને તહેવાર ઉજવી રહ્યા છીએ.તો ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સમગ્ર દેશ અમૃત મહોત્સ્વ ઉજવી રહ્યો છે ત્યારે રાજકોટે એક નવો ઇતિહાસ જો઼ડ્યો છે. તેમણે રાજકોટ વાસીઓને આ પ્રસંગે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.