ટ્રેન્ડિંગમનોરંજન

કન્નપ્પાનો ફર્સ્ટ લુક રિલીઝ, શિવ ભક્ત રુદ્રના રૂપમાં બાહુબલી સ્ટાર પ્રભાસ

Text To Speech
  • કન્નપ્પાનો ફર્સ્ટ લુક રિલીઝ થતા જ બાહુબલી સ્ટાર પ્રભાસના ચાહકો ક્રેઝી થયા છે. આ ફિલ્મમાં તે રુદ્ર અવતારમાં જોવા મળશે

HD ન્યુઝ ડેસ્કઃ બાહુબલી ફેમ પ્રભાસના ફેન્સ હંમેશા તેની ફિલ્મોને લઈને ઉત્સાહિત હોય છે. બાહુબલી પછી પ્રભાસને માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં નવી ઓળખ મળી છે. કલ્કિ 2898 એડી પછી હવે પ્રભાસ તેની નવી ફિલ્મ ‘કન્નપ્પા’માં જોવા મળવાનો છે. હવે ‘કનપ્પા’માંથી પ્રભાસનો લુક સામે આવ્યો છે. પ્રભાસનો લુક રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર તે પોપ્યુલર થઈ ગયો હતો.

પ્રભાસ ‘રુદ્ર’ અવતારમાં જોવા મળ્યો

સુપરસ્ટાર પ્રભાસે તેની અપકમિંગ ફિલ્મ ‘કન્નપ્પા’નો પોતાનો લુક તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે ‘રુદ્ર’ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરને પોસ્ટ કરતા પ્રભાસે કેપ્શનમાં લખ્યું છે કે, ॐ The Divine Guardian ‘𝐑𝐮𝐝𝐫𝐚’ ॐ’. ‘રુદ્ર’ તરીકે તેના લુકનું અનાવરણ. ‘કન્નપ્પા’ માં અટલ રક્ષકના રૂપમાં શક્તિ અને જ્ઞાનનો અવતાર. ભક્તિ, બલિદાન અને પ્રેમની કાલાતીત યાત્રા. આ ફિલ્મ 25 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

આ છે પ્રભાસનો લુક

‘કનપ્પા’માં પ્રભાસના રુદ્ર અવતાર વિશે વાત કરીએ તો, તેના ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળ પર ત્રિપુંડ અને લાંબા વાળ દેખાય છે. તેના હાથમાં ત્રિશૂળ નથી, પરંતુ તેના જેવું જ વિશાળ શસ્ત્ર દેખાય છે. આ સાથે તે શિવ અવતારમાં જોવા મળે છે. આ તસવીરની પૃષ્ઠભૂમિમાં શિવનો ચહેરો પણ દેખાઈ રહ્યો છે. આ લુકમાં અભિનેતાને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. પ્રભાસના લુકથી ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે.

આ પણ વાંચોઃ Grammy Awards 2025: ભારતીય અમેરિકી આર્ટિસ્ટ ચંદ્રિકા ટંડને ધૂમ મચાવી, આ કેટેગરીમાં જીત્યો ગ્રૈમી એવોર્ડ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button