અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: નશામાં ધૂત નબીરાએ અપાવી તથ્યની યાદ, BRTS રેલિંગમાં BMW ઘુસાડી

Text To Speech

અમદાવાદ, ૩ ફેબ્રુઆરી, ૨૦૨૫: અમદાવાદ શહેરમાં કાર ચાલક નશામાં ધૂત નબીરાઓનો આતંક સતત વધી રહ્યો છે. ગઇકાલે મોડી રાત્રે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. દારૂના નશામાં કારચાલકે સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે  અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી હતી. BMW કારચાલક આરોપી રજનીકાંત અગ્રવાલની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં અકસ્માતના વધતા જતા બનાવો હવે એક ચિંતાનો વિષય બની ગયા છે. ત્યારે વધુમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટમાં વધુ એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જ્યાં કાર ચાલકે નશામાં BRTSની રેલિંગમાં કારને અથડાવી દીધી હતી. જેના કારણે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જાયો તે સમયે કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકનું નામ રજનીકાંત અગ્રવાલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો….વડોદરાના માંજલપુરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો

Back to top button