ટીમ ઈંડિયાના આ ખેલાડીઓને આરામ નહીં મળે, ટી20 બાદ હવે વન ડેમાં જોવા મળશે
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/team-india-for-odi-2025.jpg)
IND vs ENG ODI Series: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝ ખતમ થઈ ગઈ છે, પણ હજુ ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ પુરો થયો નથી. ઈંગ્લેન્ડની ટીમ હજુ ભારતમાં વન ડે સીરીઝ પણ રમવાની છે. જેની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ રમાશે. સીરીઝમાં ત્રણ મેચ હશે. જે ચેમ્પિયન ટ્રોફીની તૈયારી તરીકે જોવામાં આવે છે. આ દરમ્યાન ટી20 સીરીઝમાં જે ટીમ ઈંડિયા રમી હતી, તેમાંથી અમુક જ એવા ખેલાડી છે, જેમને વન ડે સીરીઝમાં મોકો મળશે. એટલે કે તેમને આરામ મળશે નહીં.
આ ખેલાડીઓને રમવી પડશે બેક ટૂ બેક મેચ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 અને વન ડે સીરીઝ માટે ટીમો અલગ અલગ પસંદ કરવામાં આવી છે. જો કે તેમ છતાં પણ અમુક ખેલાડીઓ બંને ટીમમાં કોમન છે. જો તેમની વાત કરીએ તો, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વોશિંગટન સુંદર અને મોહમ્મદ શમીના નામ છે. હાર્દિક પંડ્યાએ તો ટી20 સીરીઝની દરેક મેચ રમી છે અને સારુ પ્રદર્શન પણ કર્યું છે. પણ તેને હાલમાં આરામ મળશે નહીં. અક્ષર પટેલ પણ તમામ પાંચેય મેચ રમતો જોવા મળ્યો. જો કે મોહમ્મદ શમીએ 2 મેચ તો અર્શદીપ સિંહે ત્રણ મેચ રમી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી હતી.
મોહમ્મદ શમીએ વિકેટ લઈને ટીમ ઈંડિયાને રાહત આપી હતી
મોહમ્મદ શમી માટે આ સીરીઝ એટલા માટે મહત્વની હતી, કેમ કે તે લાંબા સમય બાદ ઈજામાંથી બહાર આવી ટીમમાં વાપસી કરી હતી. પહેલી કમબેક મેચમાં શમીને કોઈ સફળતા મળી નહીં, સાથે જ ખૂબ રન પણ આપ્યા . ત્યારે આવા સમયે ક્યાંક એવું તો નથી ને કે શમી પોતાની રીધમ ભૂલી ગયો હોય. આ એક ચિંતાની વાત હતી. પણ બીજી મેચમાં જેવો તેનો મોકો મળ્યો કે શમીએ દેખાડી દીધું, જેના માટે તે આખી દુનિયામાં ઓળખાય છે. શમીએ છેલ્લી મેચમાં 2.3 ઓવરની બોલીંગમાં 25 રન આપીને ત્રણ વિકેટ લઈ લીધી. આ એક રાહતના સમાચાર હતા. જો કે હાલમાં વન ડે સીરીઝ બાકી છે અને તેમાં શમીની ફિટનેસનો સાચેસાચો ટેસ્ટ થશે.
આ ખેલાડીઓ હવે સીધા આઈપીએલમાં જ દેખાશે
આ પાંચ મુખ્ય ખેલાડીઓને બાદ કરતા બાકીના ખેલાડીઓ હવે આરામ કરશે. તેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ટીમ ઈંડિયામાં લીધા નથી. એટલે કે સૂર્યકુમાર યાદવ, સંજૂ સૈમસન, અભિષેક શર્મા, તિલક વર્માની સાથે વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓ હવે સીધા આઈપીએલમાં આગામી સીઝનમાં જોવા મળશે. જે આ વર્ષે માર્ચમાં રમાશે. ટીમ ઈંડિયાની કોશિશ રહેશે કે જેવી રીતે ટી20 સીરીઝમાં અંગ્રેજોને હરાવ્યા, તેવી જ રીતે વન ડે સીરીઝમાં પણ થાય. વન ડેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા દેખાશે, માનવામાં આવે છે કે, તેમના પર સૌની નજર રહેશે. આ બંને બેટ્સમેન છેલ્લા કેટલાય સમયથી રન બનાવી રહ્યા નથી. રોહત અને કોહલી પાસે મોકો છે કે તે આ વન ડે સિરીઝની ત્રણ મેચમાં ફોર્મમાં પાછા આવી જાય. જેથી ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં આવી શકે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન ડે સિરીઝ માટે ટીમ ઈંડિયા- રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જાયસવાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.
આ પણ વાંચો: અભિષેક શર્માએ એક જ મેચમાં કેટલાય રેકોર્ડ તોડી નાખ્યા, ઈંગ્લેન્ડની ટીમને હંફાવી દીધી