ટ્રેન્ડિંગનેશનલ

પિતાના અંતિમ સંસ્કાર માટે બે દીકરા વચ્ચે ઝપાઝપી થઈ, મોટા દીકરાએ મૃતદેહના બે ટુકડા કરવાની વાત કરી

Text To Speech

ટીકમગઢ, 3 ફેબ્રુઆરી 2025: મધ્ય પ્રદેશમાં પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે થઈને બે દીકરીઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. બંને દીકરા પિતાના અંતિમ સંસ્કાર કરવા માગતા હતા. બંનેના પોતપોતાના દાવા હતા. આ દરમ્યાન પિતાનો મૃતદેહ પડ્યો રહ્યો અને અર્થી તૈયાર હતી.

મધ્ય પ્રદેશના ટીકમગઢમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. બે દીકરા એ વાતને લડી પડ્યા કે પિતાના અંતિમ સંસ્કાર કોણ કરશે. નાનો દીકરો પિતાની સેવા કરવા બદલ તેમના અંતિમ સંસ્કાર કરવા માગતો હતો. તો મોટો દીકરો પણ આ જ પ્રકારનો દાવો કરતો હતો. ગામ લોકોને જ્યારે આ વાતની જાણ થઈ તો ચોંકી ગયા.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ટિકમગઢ જિલ્લાના જતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા લિધૌરા ગામમાં 85 વર્ષના ધ્યાની સિંહ ઘોષનું નિધન થઈ ગયું. કેમ કે ધ્યાની સિંહના નાના દીકરા દામોદર સિંહે પોતાના પિતાની દેખરેખ કરી હતી. પિતાના નિધન પણ તેના જ ઘરે થયું. એટલા માટે તે પિતાના અંતિમ સંસ્કાર કરવા માગતો હતો. તેણે અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ કરી લીધી હતી.

આ દરમ્યાન ધ્યાની સિંહનો મોટો દીકરો પોતાના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યો, તેણે કહ્યું કે, મોટો દીકરો હોવાના નાતે પિતાના અંતિમ સંસ્કાર તે કરશે. તેના પર નાના દીકરાએ કહ્યું કે, તેણે પિતાની સેવા કરી છે, એટલા માટે અંતિમ સંસ્કાર તે કરશે, જે વાત મોટા દીકરાને ગમી નહીં.

ત્યાં સુધી કે મોટા દીકરાએ પિતાના મૃતદેહના બે ટુકડા કરવાની વાત પણ કહી દીધી. તેમણે નાના ભાઈને કહ્યું કે, મૃતદેહના બે ટુકડા કરી નાખ્યા અને એક એક ટુકડાના અંતિમ સંસ્કાર કરીએ. આ દરમ્યાન લગભગ પાંચ કલાક સુધી પિતાનો મૃતદેહ અંતિમ સંસ્કારની રાહે પડ્યો રહ્યો.

આ દરમ્યાન ગામ લોકોને આ વાતની ખબર પડી, તો તેમણે પોલીસને સૂચના આપી. પોલીસ ઘટનાસ્થળે આવી અને બંને દીકરાને સમજાવ્યા બાદ આખરે પિતાના અંતિમ સંસ્કાર થયાં.

આ પણ વાંચો: અમદાવાદ: SP રિંગ રોડને 6 લેન કરાશે, જાણો ક્યાં બનશે અંડરપાસ-ઓવરબ્રિજ

Back to top button