ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

Microsoft Layoffs: નોકરીમાંથી કર્મચારીઓની છટણી શરૂ કરી, લેટરમાં જણાવ્યું કારણ

HD ન્યુઝ ડેસ્ક :  માઇક્રોસોફ્ટે (Microsoft) નબળા પ્રદર્શન કરનારા કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કર્યું છે. કંપનીએ તેના યુએસ ઓફિસમાંથી કર્મચારીઓને તેમના પ્રદર્શનના આધારે કાઢી મૂકવાનું શરૂ કર્યું છે. કંપનીના સીઈઓ સત્ય નડેલાએ જણાવ્યું હતું કે કર્મચારીઓને તેમના નબળા પ્રદર્શનના આધારે કાઢી મૂકવામાં આવશે. આ પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપવું પડશે અને કર્મચારીઓને કોઈ નિવૃત્તિ ભથ્થું આપવામાં આવશે નહીં. કર્મચારીઓના તબીબી લાભો પણ નોકરીમાંથી બરતરફ થયા પછી તરત જ સમાપ્ત થઈ જશે. કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવશે. ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કરાયેલા નવા કર્મચારીઓને પણ કામગીરીનો નિયમ લાગુ પડશે. તેમણે પહેલા દિવસથી જ પોતાનું વર્ક પર્ફોમન્સ મેન્ટેન રાખવું પડશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

કંપનીએ બાકીના કર્મચારીઓને પણ સલાહ આપી
એત અહેવાલ મુજબ, પત્રમાં જણાવાયું છે કે જ્યારે પરફોર્મન્સ નોકરી ગુમાવવાનું એક કારણ છે, ત્યારે પરફોર્મન્સ માટે નિર્ધારિત મૂળભૂત નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા પણ એક બીજું કારણ છે. તેથી, તમને તાત્કાલિક અસરથી કંપનીમાં બધી નોકરીની ફરજોમાંથી મુક્ત કરવામાં આવે છે અને માઇક્રોસોફ્ટ સિસ્ટમ્સ, બેંક ખાતાઓ અને તબીબી સેવાઓની તમારી ઍક્સેસ સ્થગિત કરવામાં આવે છે. જે કર્મચારીઓ નોકરી પર રહે છે, તેમના માટે તેમની નોકરી જાળવી રાખવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા થોડા દિવસ ઓફિસમાં આવવું. જો બરતરફ કરાયેલ કર્મચારી ભવિષ્યમાં ફરીથી નોકરી માટે અરજી કરે છે, તો તેની ભૂતકાળની કામગીરી અને બરતરફીના કારણના આધારે તેને ધ્યાનમાં લેવામાં આવશે. કર્મચારીઓએ તેમના કંપની કાર્ડ, કોર્પોરેટ કાર્ડ, ફોન કાર્ડ અને કંપની તરફથી મળેલી અન્ય બધી વસ્તુઓ સોંપવી જોઈએ.

કંપનીએ અત્યાર સુધીમાં ઘણા લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા
માઈક્રોસોફ્ટ (Microsoft) ઉપરાંત, મેટા અને પોકેટ એફએમ જેવી કંપનીઓ પણ વર્ષ 2025 માં છટણી કરી શકે છે. કેટલીક કંપનીઓ તેમના સંગઠનનું પુનર્ગઠન કરી રહી છે. ઘણી કંપનીઓ આર્થિક અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. માઇક્રોસોફ્ટે સુરક્ષા, વેચાણ અને ગેમિંગ સહિત અનેક વિભાગોમાં છટણી કરી છે. મેટા નબળા પ્રદર્શન કરનારા કર્મચારીઓને નિશાન બનાવી રહ્યું છે. 2014 માં કંપનીનો હવાલો સંભાળતાની સાથે જ નડેલાએ 18 હજાર કર્મચારીઓને છૂટા કરી દીધા. વર્ષ 2023 માં, Xbox અને અન્ય વિભાગોમાંથી 10 હજાર લોકોને કાઢી મૂકવામાં આવ્યા હતા. વર્ષ 2024 માં, એક્ટીવિઝન બ્લીઝાર્ડ, ગેમિંગ ડિવિઝન, એઝ્યુર ક્લાઉડ સર્વિસ ડિવિઝન, એક્સબોક્સ ડિવિઝનમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ: પતિએ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર પત્નીના અંગત ફોટો મુકી ધમકી આપી

Back to top button