ધીરેન્દ્ર શાસ્ત્રી તમે મૂંગા રહો: બાબા બાગેશ્વર પર ભડકી મમતા કુલકર્ણી, કહ્યું તમારા ગુરુને જઈને એક વાર પૂછો હું કોણ છું!

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2025: મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બન્યા બાદ કેટલાય લોકોએ નારાજગી વ્યક્ત કરી છે, પણ આ પદ આપ્યાને એક અઠવાડીયા બાદ તે વિવાદોમાં ઘેરાતા એક્ટ્રેસ પાસેથી આ પદ છીનવી લેવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ તેની સાથે જ એક્ટ્રેસ પર કેટલાય આરોપ પણ લગાવામાં આવ્યા છે, જેમાં કહેવાય છે કે મહામંડલેશ્વરનું પદ મેળવવા માટે તેણે 10 કરોડ રુપિયા આપ્યા છે. જો કે આ મામલે એક્ટ્રેસ ખુલીને વાત કરી છે. જેમા તેણે તમામ મુદ્દા પર વાત કરી છે.
મહાકુંભ દરમ્યાન મમતા કુલકર્ણીનો ટોપિક લોકોની વચ્ચે ખાસ ચર્ચાનો વિષય બન્યો છે. એક્ટ્રેસે મહામંડલેશ્વર બન્યા બાદ કેટલાય સાધુ સંતો તેના પર સવાલો ઊભા કરી રહ્યા હતા. જેમાં બાબા બાગેશ્વરનું નામ પણ સામેલ છે. હવે મમતાએ પોતાની રીતે આ સવાલોના જવાબ આપ્યા છે. હાલમાં એક્ટ્રેસે આપ કી અદાલતના કાર્યક્રમમાં જોડાઈ હતી. જેમાં તેને તમામ આરોપ અને વિવાદો વિશે પૂછવામાં આવ્યું હતું.
ગુરુને પૂછો કે હું કોણ છું
આ શોમાં જ્યારે એક્ટ્રેસને સંતો દ્વારા ઉઠાવવામાં આવતા સવાલો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હવે હું તેના પર શું કહું. તેમને મહાકાલ અને મહાકાળીનો ડર હોવો જોઈએ. તેની સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એ નૈપી ધીરેન્દ્ર શાસ્ત્રી, તેની જેટલી ઉંમર છે 25 વર્ષ, એટલી તો મેં તપસ્યા કરી છે. જેને તેમણે સિદ્ધ કરીને રાખ્યા છે હનુમાનજી, આ 23 વર્ષની તપસ્યામાં 2 વાર પ્રત્યક્ષ રીતે હું તેમની સાથે રહી છું. આગળ એક્ટ્રેસ કહે છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીને હું એટલું જ કહેવા માગું છું કે, તેમના ગુરુ પાસે દિવ્ય દ્રષ્ટિ છે, તેઓ જઓઈને તેમને પૂછે કે હું કોણ છું અને ચૂપચાપ બેસી રહે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું હતું
હકીકતમાં જોઈએ તો, ધીરેન્દ્ર શાસ્ત્રી મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. આ દરમ્યાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતા મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવા પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું પદ કોઈ સાચા આત્માવાળાને આપવું જોઈએ. તેમણે કહ્યું કે, કોઈ પણ પ્રકારના બહારી પ્રભાવમાં આવીને કોઈને પણ સંત અથવા મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય છે?હું ખુદ હજુ સુધી મહામંડલેશ્વર નથી બની શક્યો.
આ પણ વાંચો: લાખોપતિ બનાવી દેશે આ ખેતી: એક વાર ખેતરમાં લગાવો વર્ષો સુધી કમાણી થશે, કિલોનો ભાવ છે 1200 રુપિયા