ટ્રેન્ડિંગબિઝનેસ

લાખોપતિ બનાવી દેશે આ ખેતી: એક વાર ખેતરમાં લગાવો વર્ષો સુધી કમાણી થશે, કિલોનો ભાવ છે 1200 રુપિયા

HD ન્યુઝ ડેસ્ક, 3 ફેબ્રુઆરી 2025: જો તમે પણ એક શાનદાર બિઝનેસ શોધી રહ્યા છો, જેમાં વધારે નફો થાય અને ખોટ જવાનો ખતરો ખૂબ જ ઓછો હોય તો આજે અમે આપને એક એવા બિઝનેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં આપને અઢળક નફો થશે, કારણ કે બજારમાં તેની ખૂબ જ માગ છે.

આ એક એવી આયટમ છે, જેને શિયાળો, ઉનાળો અને દરેક સિઝનમાં લોકો ખાય છે. આ ઉપરાંત બાળકોથી લઈને વડીલો સૌને તે પસંદ હોય છે. આ ઉપરાંત આ આયટમની માગ ગામડાથી લઈને શહેરો સુધી દરેક જગ્યાએ સારી રીતે હોય છે. અમે અહીં આપને કાજૂની ખેતી વિશે વાત કરી રહ્યા છે.

જોવામાં આવ્યું છે કે હવે દેશના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી રહ્યા છે અને રોકડીયા પાક પર વધારે ધ્યાન આપી રહ્યા છે. સરકાર પણ પોતાના સ્તર પર ખેડૂતોને તેને લઈને જાગૃત કરી રહી છે. કાજૂની ખેતી કરી ખેડૂતો સારી એવી કમાણી કરી શકે છે.

આવી રીતે કરો કાજૂની ખેતી

સુકા મેવામાં કાજૂને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેના ઝાડ હોય છે. ઝાડની લંબાઈ 14 મીટરથી લઈને 15 મીટર અથવા તેનાથી વધારે પણ હોય શકે છે. ત્રણ વર્ષમાં તેના છોડ ફળ આપવા માટે તૈયાર થઈ જાય છે. કાજૂ ઉપરાંત તેની છાલનો પણ ઉપયોગ થાય છે. છાલથી પેંટ અને લુબ્રિકેંટ્સ તૈયાર થાય છે. એટલે જ તો તેની ખેતી ખૂબ જ ફાયદાકારક હોય છે.

કાજૂના છોડ ગરમ હવામાનમાં સારી રીતે વધે છે. તેની ખેતી માટે 20થી 35 ડિગ્રી વચ્ચેનું તાપમાન સારુ માનવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની માટીમાં તેને ઉગાડી શકાય છે. તેમ છતાં તેના માટે લાલ રેતાળ અને દોમટ માટી ખૂબ જ સારી માનવામાં આવે છે.

આ રાજ્યોમાં થાય છે કાજૂની ખેતી

દેશમાં કાજૂનું કૂલ ઉત્પાદન 25 ટકા છે. તેની ખેતી કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં થાય છે. જો કે હવે તેની ખેતી ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ થવા લાગી છે.

આટલી થશે કાજૂમાંથી કમાણી

કાજૂના છોડ એક વાર લગાવ્યા બાદ કેટલાય વર્ષો સુધી ફળ આપે છે. છોડને લગાવવામાં ઓછો ખર્ચો આવે છે. એક હેક્ટરમાં કાજૂના 500 છોડ લગાવી શકાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, એક ઝાડમાંથી 20 કિલો કાજૂ મળે છે. તેમાંથી એક હેક્ટરમાંથી 10 ટન કાજૂનું ઉત્પાદન થાય છે.

ત્યાર બાદ પ્રોસેસિંગમાં ખર્ચો આવે છે. બજારમાં કાજૂનો ભાવ 1200 રુપિયે કિલો સુધી છે. ત્યારે આવા સમયે આપ વધારે સંખ્યામાં છોડ લગાવીને લાખોપતિ નહીં પણ કરોડપતિ બની શકશો.

આ પણ વાંચો: ઠંડીની સીઝનમાં ગળામાં દુખાવો અને સોજો રહેતો હોય તો આ ઉપાય કરો

Back to top button