VIDEO: સારા અલી ખાનને જોવા માટે ભીડ બેકાબૂ થઈ, સ્ટેડિયમના ગેટ તોડી નાખ્યા


ઓડિશા, 2 ફેબ્રુઆરી 2025: ઓડિશાના રાઉરકેલામાં આવેલા બિરસા મુંડા સ્ટેડિયમમાં શનિવારે હૉકી ઈંડિયા લીગનો છેલ્લો દિવસ હતો. આ અવસર પર બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને સ્ટેડિયમમાં પોતાનો ડાન્સ પરફ્રોમેંસથી સૌના દિલ જીતી લીધા. જો કે, આ અવસર પર સ્ટેડિયમ બહાર એક ગંભીર ઘટના થઈ ગઈ હતી, જ્યારે મોટી સંખ્યામાં લોકો સારા અલી ખાનને જોવા માટે ફેન્સ આવી પહોંચ્યા ધક્કામુક્કી થઈ ગઈ હતી.
ભીડ બેકાબૂ થઈ
ભીડ એટલી વધી ગઈ કે ગુસ્સે થયેલા ફેન્સે સ્ટેડિયમમો ગેટ તોડી નાખ્યો. જેનાથી અફરાતફરી મચી ગઈ. આ ઘટના હિંસક ત્યારે થઈ જ્યારે અફરા તફરીમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.
Rourkela ka dher Sara Pyar for Sara Ali Khan pic.twitter.com/q955FfUjlE
— Rourkela Shines (@RourkelaShines) February 1, 2025
શાનદાર રહ્યું ડાન્સ પરફોર્મેંસ
સ્ટેડિયમ બહાર થયેલી આ અફરા તફરીએ આખા સમારંભને પ્રભાવિત કર્યો. સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા, કેમ કે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા જેને કાબૂમાં કરી શક્યા નહીં. આ દરમ્યાન સારા અલી ખાનનો ડાન્સ પરફોર્મેંસ શાનદાર રહ્યો અને તેનું ચાહકોએ પણ ખૂબ સ્વાગત કર્યું.
અહીં ઉલ્લેખનિય છે કે સારા અલી ખાન બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની દીકરી છે. સારાએ પોતાની ફિલ્મી કરિયરની શરુઆત 2018માં કેદારનાથ ફિલ્મથી કરી હતી. જેના તેના અભિનયના ભરપૂર વખાણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેણે સિંબા જેવી સફળ ફિલ્મોમાં પણ અભિનય કર્યો. જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
આ પણ વાંચો: રેંપ વૉક કરતા અનિલ કપૂરની લાડલી નાના બાળકની માફક ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી