ગુજરાતટ્રેન્ડિંગ

અમરેલી: રાજુલામાં ત્રિપલ અકસ્માતની ઘટના, 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ

Text To Speech
  • ત્રણ બાઈક વચ્ચે ગંભીર ટક્કર થતાં અકસ્માત
  • 2 લોકોના ઘટના સ્થળે જ મોત જ્યારે 4 ગંભીર ઇજાગ્રસ્ત
  • પોલીસ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી

અમરેલીના રાજુલામાં ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ બાઈક વચ્ચે ગંભીર ટક્કર થતાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા

સમગ્ર ઘટના મામલે પોલીસ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીના રાજુલાના બારપટોળી ગામ નજીક ત્રણ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતની ઘટનાને પગલે રાજુલા પોલીસ ઘટના સ્થળે આવી હતી. જ્યારે સ્થળ પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને ઘટના મામલે ગુનો નોંધ્યો

અકસ્માતની આ ઘટનામાં એક બાઈક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને ઘટના મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ એક તરફ અવરજવર માટે બંધ

Back to top button