ગુજરાત: સિનિયર સિટીઝન સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ 1.28 કરોડની છેતરપિંડી
![Cyber Fraud](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/07/Cyber-Fraud.jpg)
મને રાશિ ગુપ્તાનો ફોન આવ્યો હતો અને એક લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવ્યું
- ઇન્વેસ્ટમેન્ટ કરી વધુ વળતર માટેનો મેસેજ આવતા મેં રસ દાખવ્યો
- આખરે આ બાબતે સાયબર સેલને ફરિયાદ કરી હતી
વડોદરાના સિનિયર સિટીઝન સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ 1.28 કરોડની છેતરપિંડી થયાનું વધુ એક કિસ્સો બનતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ઊંચુ વળતર આપવાના નામે વારંવાર ઠગાઈના કિસ્સા બની રહ્યા હોવા છતાં ઠગો આસાનીથી ફાવી રહ્યા છે.
ઇન્વેસ્ટમેન્ટ કરી વધુ વળતર માટેનો મેસેજ આવતા મેં રસ દાખવ્યો
અલકાપુરી વિસ્તારમાં સ્ટેશન પાછળ રહેતા બાલાકૃષ્ણન નામના સિનિયર સિટીઝને આવી જ રીતે ઠગ ટોળકીના સકંજામાં ફસાયા હતા. ઇન્વેસ્ટરે પોલીસને કહ્યું છે કે, મને ઇન્વેસ્ટમેન્ટ કરી વધુ વળતર માટેનો મેસેજ આવતા મેં રસ દાખવ્યો હતો. મને સીટાડેલ બેઝ નામના એક વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો અને તેમાં લિંક ઓપન કરતા રાશિ ગુપ્તાનો વોટ્સએપ નંબર ખુલ્યો હતો.
મને રાશિ ગુપ્તાનો ફોન આવ્યો હતો અને એક લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવ્યું
મને રાશિ ગુપ્તાનો ફોન આવ્યો હતો અને એક લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં મેં મારા બેન્ક એકાઉન્ટની વિગતો પણ આપી હતી. ત્યારબાદ તેણે પાસવર્ડ અને આઈડી જનરેટ કર્યા હતા અને આજે એક જ દિવસમાં તમે ટ્રેડિંગ અને આઇપીઓમાં ઇન્વેસ્ટ કરી શકો છો, પછી નહીં થઈ શકે તેમ કહેતા મેં રૂ.44 લાખ જમા કરાવ્યા હતા.
મારા એકાઉન્ટમાં સામેવાળાએ રૂ. 1000 જમા કર્યા
સિનિયર સિટીઝને કહ્યું કે છે કે, મારા એકાઉન્ટમાં સામેવાળાએ રૂ. 1000 જમા કર્યા હતા. મારા એકાઉન્ટમાં રૂ. 2 કરોડ દેખાતા હોવાથી મેં હવે આગળ કામ નથી કરવું તેમ કહ્યું હતું. જેથી મને મેનેજમેન્ટ ટેક્સ અને 10% ગેન ટેક્સ લાગશે તેમ કહી બીજા રૂ. 51 લાખ ભરાવ્યા હતા. ત્યાર પછી પણ રૂપિયા નહીં ઉપાડતા મેં રાશી ગુપ્તાને વાત કરી હતી.
આખરે આ બાબતે સાયબર સેલને ફરિયાદ કરી હતી
રાશિ મને કહ્યું હતું કે તમારા ત્રણ બેન્ક એકાઉન્ટ લિન્ક થયા હોવાથી પ્રોસેસિંગ ચાર્જના 32 લાખ ભરવા પડશે. જેથી મેં કુલ રૂ 1.28 કરોડ જમા કરાવ્યા હતા. પરંતુ તેની સામે મને રકમ પરત મળી ન હતી અને વારંવાર રકમની માંગણી કરવામાં આવતી હોવાથી શંકા ગઈ હતી. આખરે આ બાબતે સાયબર સેલને ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: ઇન્કમ ટેક્સ અંડરબ્રિજ એક તરફ અવરજવર માટે બંધ