વિદેશ જતાં આ એક વાત બતાવવામાં શરમ આવે છે, વિદેશ મંત્રી જયશંકરે દિલ્હી સરકારને લઈ કહી મોટી વાત

નવી દિલ્હી, 02 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પ્રચાર કર્યો. પાર્ટી નેતા અને વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે દાવો કર્યો કે શહેરના લોકો પાંચ ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટી સરકારને સત્તામાંથી બહાર કરી દેશે. કારણ કે છેલ્લા દસ વર્ષોમાં લોકોને તેમના અધિકારોથી વંચિત રાખ્યા છે.
આ છે પ્રધાનમંત્રી મોદીની ગેરેન્ટી
જેએલએન સ્ટેડિયમમાં દક્ષિણ ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતા જયશંકરે કહ્યું કે, મહિલાઓને દર મહિને 2500 રુપિયા, અટલ કેન્ટીન અને 70 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે મફત સારવાર અને અન્ય લાભ આપવાનો ભાજપનો સંકલ્પ પત્ર પ્રધાનમંત્રી મોદીની ગેરેન્ટી છે.
વિદેશી એ વાત જાણવા માટે રહે છે ઉત્સુક
વિદેશ મંત્રીએ કહ્યું કે, વિદેશી નેતા તેમને મફત રાશન, ગરીબો માટે ઘર, ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવતા ગેસ સિલિન્ડર અને દેશની અન્ય પહેલ વિશે જાણવા માટે ઉત્સુક રહે છે.તેમણે કહ્યું કે, દેશમાં જે લોકોને ઘર આપ્યા છે, તેમની સંખ્યા જાપાનની વસ્તીથી પણ વધારે છે. જ્યારે રસોઈ ગેસ સિલિન્ડર મેળવનારાઓની સંખ્યા જર્મનીની વસ્તી પણ વધારે છે.
જયશંકરને આ વાત બતાવામાં શરમ આવે છે
જયશંકરે કહ્યું કે, જો કે હું એક વાત છુપાવું છું, મને એ વાત બતાવામાં શરમ આવે છે કે ભારતની રાજધાનીમાં લોકોને આવાસ, ગેસ સિલિન્ડર અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ નથી મળતો. તેમણે દાવો કર્યો કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે આ યોજનાઓને લાગૂ નથી કરી.
10 વર્ષમાં પાછળ રહી ગઈ દિલ્હી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાજધાની હોવાના નાતે દિલ્હીને દેશમાં થઈ રહેલા શાનદાર કામકાજનું મોડલ હોવું જોઈએ. પણ છેલ્લા 10 વર્ષોમાં તે પાછળ રહી ગયું. આમ આદમી પાર્ટી 2015થી દિલ્હી પર શાસન કરી રહી છે.
ઘર અને સ્વાસ્થ્ય સૌનો અધિકાર
જયશંકરે કહ્યું કે, પાણી, વીજળી, રસોઈ ગેસ સિલિન્ડર, ઘર અને સ્વાસ્થ્ય આપનો અધિકાર છે. દિલ્હીના લોકોને છેલ્લા 10 વર્ષમાં આ અધિકાર નથી મળ્યા. એટલા માટે પાંચ ફેબ્રુઆરીએ નક્કી કરીશું કે આ સરકારને સત્તામાં રહેવું જોઈએ કે નહીં.અહીં ઉલ્લેખનિય છે કે 70 વિધાનસભા સીટો માટે પાંચ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થશે. આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગના પરિણામ આઠ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: આ ખાસ જાણી લેજો: આ શરત નહીં માનો તો 12 લાખની ઈનકમ પર ટેક્સ ફ્રીનો ફાયદો નહીં મળે